સામગ્રી:
150 ગ્રામ બાફેલી અડદ ની દાળ
150 ગ્રામ બાફેલા રાજમા
2 જીણી સમારેલી ડુંગળી
2 જીણા સમારેલા ટામેટા
3 નાની ચમચી માખણ
1-2 નાની ચમચી તેલ
2 નાની ચમચી લાલ મરચું
1/2 નાની ચમચી ગરમ મસાલા
1 નાની ચમચી જીરું
3 નાની ચમચી સમારેલું લસણ
2 નાની ચમચી આદું – મરચા ની પેસ્ટ
1/4 નાની ચમચી હળદર
મીઠું સ્વાદ પ્રમાણે
સજાવટ સામગ્રી:
3 નાની ચમચી તાજી મલાઈ
સમારેલી કોથમીર
બનાવવાની રીત:
- સૌ પ્રથમ 1 થી 2 ચમચી તેલ ગરમ કરીને એમાં માખણ નાખો. માખણ પીગળ્યા બાદ તેમાં જીરું નાખો જયારે જીરા નો રંગ બદલવા લાગે ત્યારે તેમાં લસણ અને આદું – મરચા ની પેસ્ટ નાખી ને સારી રીતે હલાવો ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી ને જયારે ડુંગળી સોનેરી રંગ પકડવા લાગે ત્યારે તેમાં ટામેટા, હળદર અને મીઠું નાખો.
- હવે એમાં મરચું અને ગરમ મસાલો નાખીને સારી રીતે મેળવીને બાફેલી દાળ અને રાજમા નાખીને બધી જ સામગ્રીઓને સારી રીતે મેળવ્યા બાદ તેમાં ગ્રેવી બનાવવા માટે પાણી નાખો.
- હવે એમાં 3 નાની ચમ્મચી મલાઈ નાખી ને સારી રીતે હલાવો ત્યાર બાદ તેને 10 થી 15 મિનીટ સુધી ધીમા તાપે પકવો. 15 મિનીટ સુધી પકવ્યા બાદ કોથમીર થી સજાવો. તો તૈયાર છે સ્વાદિષ્ટ અને સરળ દાલ મખની .
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
- બટાકાનો ફરાળી ચેવડો બનાવવાની રીત
રીત 2:
દાલ મખની બનાવવાની રીત | dal makhni | Gujarati recipe
સામગ્રી
- ૩-૪ લસણની કળી, પીસી લો
- ૨ લીલા મરચાં, બારીક સમારેલા
- ૧/૨ કપ અડદ, ૬-૮ કલાક માટે પાણીમાં પલાળ
- ૩ ટેબલસ્પૂન રાજમા, ૬-૮ કલાક માટે પાણીમાં પલાળી દો
- ૨ ટેબલસ્પૂન ચણાની દાળ, ૬-૮ કલાક માટેપાણીમાં પલાળી દો
- ૧/૨ ટીસ્પૂન જીરું
- ૧ મોટી ડુંગળી, બારીક સમારેલી
- ૧ ટીસ્પૂન છીણેલું આદું
- ૧/૪ ટીસ્પૂન હળદર
- ૧/૨ ટીસ્પૂન ધાણાજીરું
- ૧ મધ્યમ ટામેટું, બારીક સમારેલું
- ૨ ટેબલસ્પૂન બટર
- ૩ ટેબલસ્પૂન મલાઈ (તાજું ક્રીમ)
- ૨ ટેબલસ્પૂન બારીક સમારેલા લીલા ધાણા
- મીઠું
- ૧ ટેબલસ્પૂન તેલ
- ૨ કપ + ૧ કપ પાણી
દાલ મખની બનાવવાની રીત
પલાળેલી અડદ, ચણાની દાળ અને રાજમામાંથી વધારાનું પાણી કાઢી નાખો. અડદ, ચણાની દાળ અને રાજમાને એક
૪-૫ લીટર ક્ષમતાવાળા એલ્યુમિનિયમ અથવા સ્ટીલના પ્રેશર કૂકરમાં નાખોં. તેમાં ૨ કપ પાણી અને મીઠું નાખોં અને ઢાંકણ બંધ કરીને ૧-સીટી થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર અને પછી આંચને ધીમી કરીને ૪-૫ સીટી થાય ત્યાં સુધી
પકાવો (બાફો). ગેસને બંધ કરી દો અને કૂકરનું પ્રેશર આપોઆપ નીકળી જવા દો, તેમાં લગભગ ૬-૮ મિનિટનો સમય લાગશે.
ત્યારબાદ ઢાંકણ ખોલો અને એક ચમચાથી તેને હલ્કી મેશ (મસળી લો) કરો. તેને પૂરી રીતે મેશ ન કરો.
એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. તેમાં જીરું નાખોં અને તેને ગોલ્ડન રંગનું થવા દો. તેમાં કાપેલી ડુંગળી નાખોં અને તેને હલ્કી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તેમાં છીણેલું આદું, પીસેલું લસણ અને કાપેલું લીલું મરચું નાખો અને જ્યાં સુધી લસણ હકું બદામી રંગનું થઈ જાય ત્યાં સુધી સાંતળો, તેમાં લગભગ અડધી મિનિટ લાગશે.
તેમાં હળદર અને ધાણાજીરું નાખોં અને બરાબર મિક્ષ કરો.
તેમાં કાપેલું ટામેટું નાખોં અને તેને નરમ થાય ત્યાં સુધી પકાવો, તેમાં લગભગ ૨ મિનિટનો સમય લાગશે.
તેમાં બાફેલી દાળ, મીઠું (જો જરૂર હોય તો કારણકે આપણે પહેલાથી જ દાળ બાફતી વખતે મીઠું નાખ્યું હતું) અને ૧
કપ પાણી નાખો. તેને ઘટ્ટ થાય ત્યાં સુધી (અથવા તમારી પસંદ અનુસાર પાતળી અથવા ઘાટી થાય ત્યાં સુધી ઉકાળો) અથવા ૪-૫ મિનિટ માટે મધ્યમ આંચ પર ઉકાળો.
તેમાં બટર નાખોં, મિશ્રણને બરાબર મિક્ષ કરો અને ૨ મિનિટ માટે પકાવો. તેમાં તાજું ક્રીમ નાખો.
તેને બરાબર મિક્ષ કરો અને એક મિનિટ માટે ઉકાળો.
તેમાં ક્રીમ નાખ્યા પછી દાળને લાંબા સમય માટે ન પકાવો નહીતર ક્રીમ ફાટી જશે. ગેસને બંધ કરી દો.
દાળને એક બાઉલમાં કાઢો અને કાપેલા લીલા ધાણા અને ક્રીમથી સજાવો અને ગરમાગરમ પીરસો.
જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો, આવી જ અવનવી વાનગી i રેસિપી મેળવવા માટે કમેન્ટ કરો
Thank you for reading this post, don't forget to subscribe!