સામગ્રી

1 કપ મિલ્ક પાવડર1, કપ મેંદો1, મોટી ચમચી તેલ કે અડધી મોટી ચમચી ઘી,ચપટી નમક,ચપટી બેકિંગ સોડા,1થી 2 મોટી ચમચી દહીં,સજાવટ માટે પલાળેલા પિસ્તા અને બદામ

ચાસણી માટેઃ

2 કપ પાણી,1.5 કપ ખાંડ,3થી 4 એલચીનો પાવડર,ચપટી કેસર

ચાસણી બનાવવાની રીતઃ

પાણી, ખાંડ, એલચી અને કેસર મિક્સ કરો. આ મિક્સરને ગેસ પર ચડાવી તે ચાસણી જેવુ ગાઢ બને ત્યાં સુધી ગરમ કરો. ગુલાબજાંબુ માટે એક, બે કે ત્રણ તારની ચાસણી બનાવવાની જરૂર નથી. તેમાં ગુલાબજળ ઉમેરીને હલાવો અને ગેસ બંધ કરી દો.

ગુલાબ જાંબુનો માવો બનાવવાઃ

મિલ્ક પાવડર, મેંદો અને સોડાને એક બાઉલમાં ભેગા કરો. તેમાં તેલ અથવા ઘી અથવા તો 1 મોટી ચમચી દહી ઉમેરો. જરૂર જણાય તો સોફ્ટનેસ માટે થોડુ વધારે દહી ઉમેરો. આ માવો કડક કે સૂકો ન હોવો જોઈએ. તેમાંથી નાના નાના બોલ્સ બનાવો

તેલ કે ઘી ગરમ કરો અને પછી ગેસ ધીમો કરી દો. ગુલાબ જાંબુના બૉલ્સ તેલમાં ધીમે ધીમે તાપે તળો. જ્યારે બૉલ્સ સોનેરી રંગના થઈ જાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી ચાસણીમમાં નાંખી દો. 1-2 કલાક માટે ગુલાબજાંબુને ચાસણીમાં રાખો.

ગુલાબ જાંબુ તમે ગરમ કે ઠંડા કોઈપણ રીતે સર્વ કરી શકો છો. ફ્રીઝમાં મૂકેલી ગુલાબજાંબુ તમે માઈક્રોવેવમાં ગરમ કરીને સર્વ કરી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *