ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. વળી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરા પણ ઢીલા પડતાનથી. આખું વર્ષ અથાણું સારું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ નાખવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં શીખી લો ગુંદા નું અથાણું બનાવાની રીત.
સામગ્રી
- ૫૦૦ ગ્રામ ગુંદા
- ૨૫૦ ગ્રામ કાચી કેરી
- ૨૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
- ૧૫૦ ગ્રામ તેલ
- ૧/૨ ચમચી હિંગ
- ૨ લીંબુ નો રસ
- ૧ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
બનાવાની રીત
- ગુંદા ને ધોઈ ને બરાબર કોરા કરી લેવા.
- ત્ગુંયારબાદ ગુંદા માંથી ઠળિયા કાઢી લેવા.
- હવે એક વાસણ માં લીંબુ નો રસ, હળદર, ૧ ચમચી મીઠું અને ૧/૪ કપ પાણી મીક્ષ કરો
- હવે ઠળિયા કાઢેલ ગુંદાને આ પાણી માં બોળી ને ધોઈ લો પછી બધું પાણી નિતારી લો અને એક બાજુ કોરા થવા મૂકી દો
- આવી રીતે બધા ગુંદા ને પાણી થી સાફ કરી લો જેથી ચિકાસ નીકળી જાય
- કેરી ની છાલ ઉતારી લો અને તેને ખમણી લો
- એક વાસણ માં ખમણેલી કેરી, અથાણાં નો મસાલો અને જરૂર પૂરતું મીઠું મીક્ષ કરો
- આ મસાલા ને ગુંદા માં ભરી લો અને વધેલો મસાલો ઉપર થી ગુંદા માં મીક્ષ કરો
- હવે એક વાસણ માં તેલ ગરમ કરી લો અને તેમાં હિંગ ઉમેરી ગેસ બંધ કરી દો
- આ તેલ ઠંડુ થઇ જાય પછી ગુંદા ના અથાણાં માં ઉમેરી દો
- ત્અયારબાદ અથાણું ઢાંકી ને ૩-૪ દિવસ રહેવા દો
- તૈયાર છે ગુંદા નું અથાણું
Thank you for reading this post, don't forget to subscribe!