કેવી રીતે પીવું લસણનું પાણી?

લસણનું પાણી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો અને તેને 3 મિનિટ સુધી ઉકાળો. આ પછી, લસણની ચાર કળી લો અને તેને બારીક પીસી લો. પછી તેને પાણીમાં નાખો અને 2 મિનિટ પછી આ પાણીનું સેવન કરો, તમને 8 થી 10 દિવસમાં ફરક દેખાશે.

લસણની 4-5 કળીને પીસીને મધમાં મિક્સ કરીને એક કલાક રાખો. આ પછી તેને પીવો. તે વજન ઘટાડવામાં મદદ કરે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ અને પીસેલુ લસણ મિક્સ કરો. તેનું ખાલી પેટ સેવન કરો. ટૂંકા સમયમાં તમારા પેટની ચરબી ઓછી થશે.

ચાલો હવે જાણીએ લસણનું પાણી પીવાના અન્ય ફાયદા –

– લસણનું પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. તેમાં રહેલ ફાઈબર આપણા શરીરમાં રક્ત પરિભ્રમણને નિયંત્રિત કરે છે, તેમજ આ પાણી શિયાળામાં પીવામાં પણ ફાયદાકારક છે કારણ કે લસણની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં તે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે

– પેટના રોગોથી દૂર રાખે છે. સવારે ખાલી પેટ લસણનું પાણી પીવાથી પેટ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. તે કબજિયાત અને ઝાડા જેવા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેમજ પાણી પીવાથી વારંવાર ભૂખ લાગે તો તે પણ ઘટે છે. આ એક સામાન્ય માહિતી છે. લસણનો સ્વાદ ગરમ હતો. તેથી જ તે શરીરના હિસાબે અલગ અલગ રીતે અસર કરે છે,તેથી, ડૉક્ટરની સલાહ લીધા પછી જ લસણના પાણીનું સેવન કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *