ગલકાનાં પકોડા બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો

કેમ છો મિત્રો તમે બધા ગલકાનું શાક બનાવતા હસો પરંતુ ગલકાનું શાક દરેક લોકોને ભાવતું નથી હોતું તો આજે અમે તમારી સાથે ગલકાની એક અલગ જ રેસીપી લઈને આવ્યા છીએ તમે ઘરે ગ્લકાનું શાક બનાવતા હશો પરંતુ આજે આપણે ગલકના પકોડા

ગલકાના પકોડા બનાવવા માટે જરૂરી સામગ્રી :

  • ગલકા ૨૫૦ ગ્રામ,
  • ડુંગળી ૧૦૦ ગ્રામ,
  • બાજરાનો લોટ અડધો વાટકી,
  • જુવારનો લોટ અડધી વાટકી,
  • લસણ આદુની પેસ્ટ દોઢ ટે. સ્પૂન,
  • ચણાનો લોટ ૧ વાડકી,
  • મીઠું ટેસ્ટ પ્રમાણે,
  • તળવા માટે તેલ.

ગલકાના પકોડા બનાવવા માટેની રીત :

ગલકાં ધોઈને છાલ ઉતારી ખમણી લેવા. ડુંગળી પણ ખમણવી. બાજરાનો લોટ, જુવારનો લોટ અને ચણાનો લોટ મીક્સ કરવો. તેમાં મીઠું, આદુ-લસણની પેસ્ટ નાંખવી. ગલકા અને ડુંગળીની છીણ પણ નાંખવી. બધું બરાબર મીક્સ કરવું. તેલ ગરમ કરવું. મિડિયમ તાપે ગલકાના પકોડા ઉતારવા. લીલા મરચાંની તીખી ચટણી સાથે અથવા ચા- કોફી સાથે ગલકાના પકોડા પીરસો.

આ પણ વાંચો :

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment