સામગ્રી

1 kg ગાજર
500 ml દૂધ મલાઈ વાળું
1 કપ ખાંડ (ટેસ્ટ મુજબ)
200 gram માવો
1/2 કપ મિક્સ ડ્રાયફ્રુટ
3-4 નંગ ઈલાયચી પાવડર
2 1/2 ચમચી ઘી

બનાવવા માટે ની રીત:


સૌ પ્રથમ ગાજર ની છાલ ઉતારી ને તેને ખમણી થી છીણી લો.હવે એક જાડી કડાઈમાં 2 ચમચી ઘી લો. તે ગરમ થાય પછી તેમાં ગાજર નું છીણ નાખી 2 થી 3 મિનિટ માટે સાંતળી લો .ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો અને 10 મિનિટ સુધી મીડીયમ આંચ પર પકાવો. ત્યારબાદ તેમાં માવો ઉમેરો અને ધીમી આંચ પર 15 મિનિટ માટે સેકાવા દો અને હલાવતા રહો .

હવે ગાજર નું છીણ સોફ્ટ થાય એટલે ખાંડ અને ડ્રાયફ્રુટ ઉમેરો અને જ્યાં સુધી કડાઈમાંથી મિશ્રણ છૂટું ના પડે ત્યાં સુધી તેને ધીમી આંચ પર હલાવતા રહો . ગેસ બંધ કરતા પહેલા તેમાં ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.ગરમા ગરમ સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *