ટેસ્ટી સ્ટ્રોબેરી ના સ્વીટ ફાયદા
સ્ટ્રોબેરી લગભગ નાનામોટા બધાને ભાવતું ફળ છે . તેમાં એન્ટિ ઓક્સિડેન્ટના ગુણ અને પોલીફેનલ કંપાઉન્ડ હોય છે . જે આપણા સ્વાથ્ય માટે ફાયદાકારક છે . આ ઉપરાંત તેમાં રહેલો વિટામિન – સી ત્વચા અને વાળ માટે પણ લાભકારી છે . તે શરીરને અનેક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે .
હૃદયને રાખે સ્વસ્થ
સ્ટ્રોબેરીમાં એન્ટિ ઓક્સિડેન્ટ અને પોલીફેનોલ્સ કંપાઉન્ડ સારા પ્રમાણમાં હોવાથી હૃદયરોગની ઘણી બીમારીમાં રાહત આપે છે . આ ઉપરાંત તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે . અઠવાડિયામાં ત્રણ વાર સ્ટ્રોબેરી ખાવાથી હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે .
દાંતને રાખે ચમકતા
દાંતને સફેદ દૂધ જેવા રાખવા માટે સ્ટ્રોબેરી ઘણી મદદરૂપ રહે છે . સ્ટ્રોબેરી દાંતને પ્રાકૃતિક રીતે સફેદ બનાવવાનું કામ કરે છે . વિટામિન સીથી ભરપૂર સ્ટ્રોબેરી દાંતની પીળાશ દૂર કરી એવાં એન્ઝાઇમ્સને બનતા રોકે છે , જે દાંતમાં બેક્ટરિયા ઉત્પન્ન કરી અને દાંત તૂટવાનું કારણ બને છે
હાડકાં બનાવે મજબૂત
સ્ટ્રોબેરી હાડકાંને મજબૂત બનાવે છે . વધતી ઉંમરે તેમજ બાળકનો વિકાસ થઈ રહ્યો હોય તેવામાં નબળાં હાડકાંને મજબૂત બનાવવામાં સ્ટ્રોબેરી મદદરૂપ રહે છે તેમજ સ્ટ્રોબેરીમાં રહેલું મેગ્નેશિયમ હાડકાંને મજબૂત બનાવે છે .
Thank you for reading this post, don't forget to subscribe!