ત્વચાને ફેસિયલ કરવાના ઘણાં જ ફાયદા છે. નિયમિત ફેસિયલ ચહેરાની યુવાની અને ચમક તો જાળવી જ રાખે છે પણ ચામડીને   અંદરથી પણ સાફ રાખે છે અને ત્વચાને કેટલાક રોગથી પણ બચાવે છે .

ફેશિયલ માટે બજારમાં મળતા ક્રીમ ન વાપરવા હોય તો અહી કેટલાક ઘરેલુ ઉપાય તમે અજમાવી શકો છો .

ક્રીમ અને મધ

મોટેભાગે શિયાળામાં ચહેરો તેની ચમક ગુમાવે છે અને ચહેરો નિર્જીવ બની જાય છે. જે મહિલાઓને શિયાળાની  ઋતુમાં સ્કીન સંબંધિત આ સમસ્યા હોય તેઓએ ક્રીમ અને મધનો ફેસ પેક લગાવવો જોઈએ. ક્રીમ અને મધનો ફેસ માસ્ક લગાવવાથી સ્કીન મા ચમક આવે છે.

બનાવવાની રીત :

ક્રીમમાં બે ચમચી મધ નાખી અને તેને સારી રીતે મિક્સ કરો. આ પેકને તમારા ચહેરા અને ગરદન પર હળવા હાથથી લગાવો અને ૨ મિનિટ સુધી મસાજ કરો. આ માસ્ક સ્કીન પર 10 મિનિટ માટે લગાવો. જ્યારે તે સુકાઈ જાય પછી તેને નવશેકા પાણીથી સાફ કરો. આ માસ્કને સાફ કર્યા પછી, ચહેરો ખૂબ નરમ થઈ જશે અને ચહેરો એકદમ સાફ થઈ જશે.

ચણાનો લોટ અને દહીં

ફેશિયલથી , ચહેરા પરની ગંદકી અને તન સાફ થઈ જાય છે. ક્જેરીમ અને મધ ની જેમ , ચણાના લોટ અને દહીનો ફેસ માસ્ક ચહેરા પર જમા થતી ગંદકી દુર કરી દે છે. તેથી, ચણાના લોટ અને દહીં ફેશિયલ માટે વધુ સારો વિકલ્પ છે.

ફેસ માસ્ક બનાવવાની રીત :

ચણાનો લોટ અને દહીનો ફેસ માસ્ક તૈયાર કરવા માટે, બે ચમચી ચણાનો લોટમાં દહીં મિક્સ કરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ પછી, ભીના હાથકરીને બે મિનિટ ચહેરા પર સ્ક્રબ કરો. પછી આ માસ્ક નવશેકા પાણીની મદદથી સાફ કરો. અઠવાડિયાના બે વાર આ માસ્ક લગાવવાથી ચહેરાના રંગને અસર થશે અને ત્વચા ચમકેલી બનશે. જો તમે ઈચ્છો , તો આ ફેસ માસ્કમાં હળદર પણ નાખી શકો છો.


મલાઈ અને લીંબુ

એક ચમચી મલાઈમાં લીંબુનો રસના ૩-૪ ટીપા નાખી મસાજ કરવામાં આવે તો તેનાથી પણ ચામડી ચોખ્ખી થાય છે તેમજ સ્કીનમાં ગ્લો પણ આવે છે.

ટામેટા નો રસ અને રવો

ટામેટાનો રસ પણ ચહેરા પર ગ્લો આપે છે. એક ચમચી દહીંમાં થોડો રવો નાખી ચહેરા પર હળવે હાથે મસાજ કરવાથી પણ સ્ક્રબિંગ નું કામ થાય છે અને ચામડીમાં રહેલા બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર થાય છે.સ્કીન છિદ્રોને ખોલી ને સ્કીનની સફાઈ અંદરથી કરવી પણ જરૂરી બને છે પણ એનાથી પણ જરૂરી એનાં છિદ્રો ને ફરીવાર બંધ કરવા નુ મહત્વ છે. ચહેરા પર હળવે હાથે મસાજ કર્યા બાદ ચહેરાને નવશેકા પાણી થી ધોઈ લો .ત્યારબાદ કોઈ સારા ટોનરથી સ્નેકીનને ટોન કરી શકાય છે.કાકડીનો રસ ઉત્તમ ટોનર સાબિત થાય છે, ઉપરાંત બરફ ઘસવાથી પણ સ્કીન ના ખુલેલા છિદ્રો બંધ થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *