શિયાળામાં એડી ફાટવાની સમસ્યા સાધારણ છે. ફાટેલી એડી જોવામાં પણ ખરાબ દેખાઈ છે અને સાથોસાથ તેમાંથી લોહી પણ નીકળે છે ,આથી અમે તમારા માટે ઘરગથ્થુ ઉપચાર લાવ્યા છી .

અનિયમિત ખાવાનું ,

કેલ્શિયમ ની ખામી

વિટામીન ઇ ની ખામી

આયન ની ખામી

વધારે પડતું પગ પર દબાણ

ઘરેલું ઉપાય
કોકોનેટ ઓઈલ :
રોજ રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલથી એડી પર માલિશ કરો. માલિશ કરવા માટે એક મોટી ચમચી નારિયેળ તેલ લો તેને થોડું ગરમ કરો અને 5 મિનિટ સુધી તેનાથી માલિશ કરો. સતત 10 દિવસ સુધી આ તેલ લગાવવાથી એડી સોફ્ટ થવા લાગે છે.

ગ્લિસરીન અને ગુલાબજળ:
જો તમારી એડી વધારે ફાટી ગઇ છે તો તમે તેની પર ગુલાબજળ અને ગ્લિસરીન ભેળવીને લગાવી શકાય છે. થોડો સમય આ પેસ્ટને એડીઓ પર લગાવી રાખો. ત્યાર પછી ગરમ પાણીથી તેને ધોઇ લો. થોડા દિવસ આમ કરવાથી તમને ફરક જોવા મળશે.

મધ
પગને હાઇડ્રેટ રાખવા માટે પોષણની ખુબ જરૂર હોય છે.પગમાં મોઇશ્ચારાઇજ કરવા માટે મધ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આશરે 20 મિનિટ માટે મધ પગ પર લગાવો. ત્યાર પછી તેને ગરમ પાણીથી ધોઇ લો. તમારા પગ સોફ્ટ થઇ જશે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *