સરગવો સુપરફૂડની યાદીમાં સામેલ છે. લોકો આ છોડને ડ્રમસ્ટિકના નામથી પણ ઓળખે છે. આયુર્વેદમાં સરગવાની શીંગો અને પાંદડાનો વ્યાપક ઉપયોગ થાય છે. સરગવોમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, એમિનો એસિડ, વિટામિન એ અને સીથી ભરપૂર છે. સરગવામાં ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં છે. એટલા માટે સરગવાને ઔષધીય પાવરહાઉસ કહેવામાં આવે છે. સરગવાનુ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે એન્ટિફંગલ, એન્ટિવાયરલ અને એન્ટીડિપ્રેસન્ટ ગુણોથી ભરપૂર છે. તમે તેના પાંદડા, પાઉડર અથવા શીંગો ખાઈ શકો છો. હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદા.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

સરગવો એટલે કે ડ્રમસ્ટિકના પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેના પાન ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેઓ કોઈપણ પ્રકારના ચેપ સામે લડવામાં પણ મદદ કરે છે. સરગવો વિટામિન સી, વિટામિન એ અને આયર્નથી ભરપૂર હોય છે.

એનર્જી વધે છે-

સરગવો ખાવાથી શરીરને એનર્જી મળે છે, જેનાથી થાકની સમસ્યા દૂર થાય છે. સરગવાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે અને તે સુસ્તી અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.

હાડકાંને મજબૂત બનાવે છે-

સરગવોમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ ભરપૂર હોય છે, જે હાડકાંને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. સરગવાના પાંદડામાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે જે તમને સંધિવા અને ઑસ્ટિયોપોરોસિસ સામે લડવામાં મદદ કરે છે.
ડાયાબિટીસને રાખો નિયંત્રણમાં –

સરગવના પાન ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી ડાયાબિટીસનો ખતરો ઓછો થાય છે. સરગવામા ક્લોરોજેનિક એસિડ હોય છે, જે ખોરાક ખાધા પછી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.

હૃદયને રાખે છે સ્વસ્થ –

સરગવો ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેનાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ થતી નથી. જો તમારું કોલેસ્ટ્રોલ વધારે હોય તો તેનાથી રક્તવાહિનીઓ ગંઠાઈ જાય છે અને હાર્ટ એટેકનો ખતરો રહે છે.

આ સામગ્રી, સલાહ સહિત, ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *