બાટી બનાવવા ની સામગ્રી:

  • ૧ વાટકી મકાઈનો લોટ
  • ૨ વાટકી ઘઉંનો લોટ
  • ૧ નાની ચમચી અજમો અને હળદર
  • દોઢ મોટી ચમચી ઘી
  • નમક સ્વાદાનુસાર

બાટી બનાવવાની રીત :

એક કાથરોટ મા ઘઉંનો લોટ અને મકાઈનો લોટ લઈ લો તેમજ અજમો ઉમેરી, હળદર અને ઘી ઉમેરવાનુ છે. ઘી સિવાય તેલ નો પણ ઉપયોગ કરી શકો છો,પણ ઘી થી સ્વાદ ખુબ જ સારોઆવે છે. તેમજ નમક સ્વાદાનુસાર ઉમેરી બધી વસ્તુઓને હાથે થી સારી રીતે ભેળવી દેવું. બધું સારી રીતે ભળી ગયા બાદ તેમા પાણી ઉમેરીને કઠણ લોટ બાંધી લેવાનો છે.

હવે આ લોટ ને મસળીને કઠણ કર્યા બાદ તેની નાની-નાની ગોળ બાટી બનાવવી. ત્યારબાદ એપ્પમ કરી ને જે તવો આવે છે કે જેમાં નાના-નાના આકાર ના ખાના હોય છે તે ખાના મા થોડું તેલ લગાડી દેવું. એક-એક કરીને બાટી આ ખાના મા મૂકી દેવાની છે. આ એપ્પમ ને ગેસ પર મુકો અને જયારે વાસણ ગરમ થાય ત્યાં સુધી ગેસ ફૂલ રાખવાનો છે અને ગરમ થઈ ગયો તો ગેસને ધીમો કરી દેવાનો છે.

બાટી ઉપર થોડું તેલ કે ઘી લગાવી દેવું જેથી તે પ્લેટમાં ચોંટે નહિ. ૬ થી ૭ મિનિટ સુધી સેકાયા બાદ તેને પલટાવી દેવી . બાટી જેટલી શેકાય તેટલી સારી બને છે તેમજ જો આવો તવો ન હોય તો તમે છાણા થી તેને લાલ થાય ત્યાં સુધી સળગાવવા અને તેમા આ બાટી નાખી તેને શેકવી.

હવે વચ્ચે-વચ્ચે આ બાટી ને જોતા રેહવું જેથી તે બળે નહિ. જો આ બાટી સારી રીતે સેકાઈ ગઈ હોય તો તેને થોડી દબાવીને ઘી માં બોળી દો જેથી ઘી અંદર સુધી જાય. જો તમને વધારે ઘી પસંદ નથી તો તમે બાટીને ઘી માં બોળયા વગર પણ ખાઈ શકો છો.તો આ આપડી બાટી તૈયાર છે .

દાળ બનાવવાની સામગ્રી :

  • ૧૦૦ ગ્રામ દાળ જેમાં ૨૫ ગ્રામ મગ,૨૫ ગ્રામ મસુર અને ૫૦ ગ્રામ તુવેર ની દાળ
  • ૧ ચમચી હળદર
  • દોઢ મોટી ચમચી તેલ
  • ૨ ચપટી હિંગ
  • ૧ ચમચી ધાણા પાઉડર
  • નમક સ્વાદ મુજબ
  • લાલ મરચું પાઉડર સ્વાદ મુજબ
  • ૨ સુકાયેલા લાલ મરચા
  • ૧ નાની ચમચી જીરુ
  • ૧ આખી ડુંગળી સાવ જીણી કાપેલી
  • થોડો મીઠો લીમડો
  • ૨ ટમેટા
  • ૨ લીલા મરચા જીણા કાપેલા
  • ૧૦ થી ૨૦ લસણ ની બનાવેલી પેસ્ટ

દાળ બનાવવાની પદ્ધતિ :

એક વાસણમાં બધી દાળ ભેળવી તેને ૨ થી ૩ વાર પાણી થી સારી રીતે ધોઈ લેવાની છે. હવે કુકર મા ૨ ગ્લાસ પાણી નાખી તેમાં દાળ નાખવી અને તેમાં હળદર,નમક સ્વાદ મુજબ ઉમેરીને કૂકર ને બંધ કરી બાફી લો. ત્યારબાદ એક કઢાઈ મા તેલ ઉમેરી આ તેલ ગરમ થાય એટલે તેમા જીરું અને હિંગ નાખી દેવું. જીરું જયારે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

ત્યારબાદ તેમાં કપાયેલી ડુંગળી,લાલ સુકા મરચા,કાપેલા લીલા મરચા અને મીઠો લીમડો ઉમેરી તેને સારી રીતે શેકી ત્યારબાદ તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર,ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર,કાપેલા ટામેટા અને નમક ઉમેરી તેને સારી રીતે ભેળવીને જયારે બધા મસાલા સારી રીતે ભળી જાય ત્યારબાદ ૨ ગ્લાસ પાણી ઉમેરી તેના ઉપર ઢાંકણ ઢાંકી ૩ થી ૪ મિનિટ રાખી મુકો.

હવે બાફેલી દાળ ને કઢાઈ મા ભેળવી દો, જો દાળ ઘાટી લાગે તો તેમાં થોડું પાણી નાખી શકો છો.પાણી ઉમેરી તેને સારી રીતે હલાવી લેવું. જયારે આ ઉકળી જાય ત્યારે તેને સારી રીતે હલાવો અને ગેસ બંધ કરી દો.

વઘાર માટે ગેસ ચાલુ કરી વઘાર ના વાસણ મા બે નાની ચમચી ઘી તમને અનુકુળ લાગે તેટલું ઉમેરી શકો છો. ઘી ગરમ થાય પછી તેમાં થોડું જીરું નાખવાનું જયારે આ જીરું લાલ થવા લાગે પછી ગેસ બંધ કરીને જરૂર મુજબ રાઈ ઉમેરવી અને તેને દાળ મા વઘાર કરી દેવાનો.તો હવે ડાળ પણ તૈયાર છે .હવે ડાળ બાટી ગરમાગરમ પીરસી શકો છો .

  • રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka

    રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka

    રગડા ના વટાણા બાફવા માટે રગડા ના વઘાર માટે રગડો સર્વ કરવા માટે રગડા પાવ બનાવવાની રેસિપી વાંચો સૌ પ્રથમ વટાણા ને ધોઈ ૮-૧૦ કલાક પહેલા પલાળી દો. વટાણા પલળી જાય એટલે તેને એક કુકર માં વટાણા, સ્વાદ મુજબ મીઠું, હળદર, બટેટાં નાખી ૪ ગણું પાણી નાખી બાફવા મૂકો. બફાઈ જાય એટલે બટેટા ને એક…


  • ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત

    ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત

    નમસ્તે મિત્રો અત્યારે અથાણા ની સીઝન ચાલે છે તો આથાનું ઘરે જરૂર બનાવજો બીજી વખત પણ બનાવવાનું કેશે દેશી ચણા અને આખી મેથી ને બેથી ત્રણ વખત ધોઈને છ થી સાત કલાક માટે પાણીમાં પલાળી રાખો. પછી ચારણી કાઢી લો. પછી તેને મીઠા હળદરવાળા કાચી કેરીના ખાટા પાણીમાં આઠથી દસ કલાક માટે તેને પલાળી રાખો.…


  • છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી

    છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી

    વઘારેલી રોટલી એક પોપ્યુલર ગુજરાતી રેસીપી છે. તે ખુબ સરળ અને પોષકતત્વ પણ ધરાવે છે. અહીં તેની સરળ રેસીપી છે: સૌ પ્રથમ રોટલી લઇ તેના નાના પીસ કરો. એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. ખાટી છાસ એડ કરી મસાલા કરો જરૂર મુજબ પાણી એડ કરો. ત્યારબાદ લાલ મરચું પાઉડર હળદર…


Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *