સીતાફળ નો આઇસ્ક્રીમ બનાવવાની રીત

સામગ્રી

500 મિલિ . દૂધ

2 ટી સ્પૂન કસ્ટર્ડ પાઉડર ( વેનિલા ફલેવરનો )

1 ટી સ્પૂન જિલેટીન પાઉડર

6 ટી સ્પૂન ખાંડ

અડધી વાડકી સીતાફળનો ગર ( બિયાં દૂર કરેલો માવો )

થોડાં ટીપાં વેનિલા ઈસેન્સ

બનાવવાની રીત:

ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર તથા ખાંડ ભેળવવાં . ધીમે ધીમે તાપે ગરમ કરવું સતત હલાવ્યા કરવું. દૂધ જાડું થાય અને કસ્ટર્ડ તૈયાર થાય એટલે ઉતારી લેવું . ૨ ટે.સ્પૂન પાણી ઉકાળવું . તેમાં જિલેટીન ઓગાળવું .

બરાબર હલાવી બધા જ કણ ઓગાળી નાખવી . ઠંડા કસ્ટર્ડમાં જિલેટીન તથા થોડાં ટીપાં વેનિલા ઈસેન્સના મેળવવાં . પ્લાસ્ટિકની મોટી ગરણી વડે કસ્ટર્ડ જિલેટીનનું મિશ્રણ ગાળવું . ચમચા વડે ઘસી , દબાવીને કસ્ટર્ડ સુંવાળું બનાવવું .

સીતાફળની પેશીઓને બ્લેન્ડરમાં ફેરવી સુંવાળી બનાવી કસ્ટર્ડમાં ભેળવવી . એલ્યુમિનિયમની ટ્રેમાં મિશ્રણ કાઢી ફ્રીઝરમાં મૂકવું .લગભગ થીજી જવા આવે એટલે હેન્ડ બ્લેન્ડર અથવા સંચો ફેરવી ફીણવાળું હલકું મિશ્રણ તૈયાર કરવું . ફ્રી ફ્રીઝરમાં મૂકી આઈસ્ક્રીમ તૈયાર કરવો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment