સામગ્રી :
- ૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ
- ૧૨ મેરીગોલ્ડ બિસ્કિટ
- બદામની ક્તરણ
- ચોક્લેટ વર્મિસેલી
- રંગીન બોલ્સ (ખાઈ શકાઈ એવા )
- રંગીન સ્ટાર્સ(ખાઈ શકાઈ એવા )
- સિલ્વર બોલ્સ (ખાઈ શકાઈ એવા )
બનાવાની રીત :
- એક માઇક્રોવેવ સેફ ઊંડા બાઉલમાં ચોકલેટ મૂકીને ઊંચા તાપમાન પર ૩૦ સેકન્ડ સુધી માઈક્રોવેવ કરીને સારી રીતે મિક્સ કરો
- હવે એક ટ્રે પર સિલ્વર ફોઇલ પાથરીને ટ્રેને બાજુ પર રાખો .
- ત્યારબાદ મેરીગોલ્ડ બિસ્કિટને ચોકલેટ સોસમાં ડુબાડીને ફોર્ક વડે બિસ્કીટને ફેરવી તેની આગળ પાછળ ચોકલેટ નું પડ બનાવી પછી તેને સિલ્વર ફોઈલ પર મુકો .
- ઉપરની રીત મુજબ બાકીના બિસ્કીટ રેડી કરો
- ત્યારબાદ બિસ્કીટને બદામની કતરણ,ચોકલેટ વર્મિસેલી,રંગીન બોલ,રંગીન સ્ટાર વડે સજાવી લો.
- ત્યારબાદ તેને ફ્રીજમાં ૩૦ મિનીટ માટે મુકો અને પછી એક હવાચુસ્ત ડબ્બા માં ભરી પાછા ફ્રીજમાં જ મુકો અને મન થાય ત્યારે ખાઈ તેનો આણંદ માણો.
Thank you for reading this post, don't forget to subscribe!