ક્વિક ચોકલેટી બિસ્કીટ

સામગ્રી :

 • ૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ
 • ૧૨ મેરીગોલ્ડ બિસ્કિટ
 • બદામની ક્તરણ
 • ચોક્લેટ વર્મિસેલી
 • રંગીન બોલ્સ (ખાઈ શકાઈ એવા )
 • રંગીન સ્ટાર્સ(ખાઈ શકાઈ એવા )
 • સિલ્વર બોલ્સ (ખાઈ શકાઈ એવા )

બનાવાની રીત :

 • એક માઇક્રોવેવ સેફ ઊંડા બાઉલમાં ચોકલેટ મૂકીને ઊંચા તાપમાન પર ૩૦ સેકન્ડ સુધી માઈક્રોવેવ કરીને સારી રીતે મિક્સ કરો
 • હવે એક ટ્રે પર સિલ્વર ફોઇલ પાથરીને ટ્રેને બાજુ પર રાખો .
 • ત્યારબાદ મેરીગોલ્ડ બિસ્કિટને ચોકલેટ સોસમાં ડુબાડીને ફોર્ક વડે બિસ્કીટને ફેરવી તેની આગળ પાછળ ચોકલેટ નું પડ બનાવી પછી તેને સિલ્વર ફોઈલ પર મુકો .
 • ઉપરની રીત મુજબ બાકીના બિસ્કીટ રેડી કરો
 • ત્યારબાદ બિસ્કીટને બદામની કતરણ,ચોકલેટ વર્મિસેલી,રંગીન બોલ,રંગીન સ્ટાર વડે સજાવી લો.
 • ત્યારબાદ તેને ફ્રીજમાં ૩૦ મિનીટ માટે મુકો અને પછી એક હવાચુસ્ત ડબ્બા માં ભરી પાછા ફ્રીજમાં જ મુકો અને મન થાય ત્યારે ખાઈ તેનો આણંદ માણો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment