સફરજન , કરમદાં અને ચા જેવા ફ્લેવાનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં દાવો કરાયો છે . અભ્યાસમાં જણાયું હતું કે ફ્લેવાનોલ ઓછું હોય એવો આહાર લેનારા લોકો કરતાં ફ્લેવાનોલ વધુ હોય એવો આહાર લેનારા લોકોમાં બ્લડપ્રેશર ૪ mmHg જેટલું નીચું હોય છે . આ ઘટાડો ડાયેટરી એપ્રોચીસ ટુ સ્ટોપ હાઇપરટેન્શન ( DASH ) આહાર લેવાથી થતા ઘટાડા જેટલો જ હોય છે .

ભૂતકાળના અભ્યાસ લોકોના પોતાના આહાર અને પીણાની ટેવ પર આધારિત હતા , જ્યારે આ ફ્લેવાનોલનું સ્તર નક્કી કરવા માટે બાયોમાર્કરનો ઉપયોગ કર્યો હતો . આ અભ્યાસના ચા અને કેટલાક ફળોમાં જોવા મળતું ફ્લેવાનોલ અને બ્લડપ્રેશર વચ્ચેનો સબંધ શોધવાનો આ અભ્યાસનો હેતુ હતો . બ્રિટનના લોકો માટે ફ્લેવાનોલનો મુખ્ય સ્ત્રોત ચા , કોકો , સફરજન અને કરમદાં છે .

બાયોએક્ટિવ કંપાઉન્ડ શોધવા માટે ન્યૂટ્રિશનલ બાયોમાર્કરનો ઉપયોગ મોટા પાયે થયો હોય એવો આ એક અભ્યાસ છે . એ દ્વારા ફ્લેવાનોલનો લાભ નોંધવામાં આવ્યો હતો . આહારથી નિયંત્રણ હાઇ બ્લડપ્રેશર કે હાઇપરટેન્શનના જાણી શકાય એવા લક્ષણ ભાગ્યે જ હોય છે . પરંતુ તેની સારવાર ન થાય તો હાર્ટએટેક અને સ્ટ્રોક્સ જેવી ગંભીર બીમારીનું જોખમ વધતું હોય છે , ત્યારે હવે વિજ્ઞાન આહારના પોષક તત્ત્વો શોધી રહ્યું છે , જે કુદરતી રીતે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *