જ્યારે પણ તમારી સ્કીન ગરમ વાતાવરણમા અથવા તો સીધા જ સૂરજના સંપર્કમાં આવે છે તો તમે હાઇપર પિગ્મેંટેશનની સમસ્યાથી પીડાઈ શકો છો. જો તમે ચારોળીના બીજના ઓઈલમા અમુક વસ્તુઓ ઉમેરી આ મિશ્રણને સ્કિન પર લગાવો તો તે તમારી સ્કીનને ઠંડક પહોંચાડે છે અને તમારી સ્કીનમાથી ટેનિંગ ની સમસ્યા અને પિગમેંટેશન ની સમસ્યા દૂર થાય છે.
જો તમે ચારોળી ના ઓઇલના થોડાક ટીંપા આવશ્યકતા પ્રમાણે લો અને ત્યારબાદ તેને જૈતુન કે બદામના ઓઈલમા મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને સૂતા પહેલા તમારા ચહેરા પર લગાવીને મસાજ કરો. ત્યારબાદ વહેલી સવારે ઉઠીને તમારા ફેસને યોગ્ય રીતે ધોઇ લો. જો તમે અઠવાડિયામા બે વખત આ ઉપાય અજમાવશો તો તમને હાઈપર પીગ્મેન્ટેશનની સમસ્યામા રાહત મળી શકે છે અને આ ઉપરાંત તમને સ્કીન સાથે સંકળાયેલ સમસ્યાઓમા પણ રાહત મળી શકે છે.
Thank you for reading this post, don't forget to subscribe!