કોઇ પણ રીતે દાજી જવાય તો તરત જ અપનાવો આ ઘરેલુ ઉપચાર,ડાઘ પડ્યા વગર મળી જશે રાહત

દાઝેલા ભાગ પર તરત જ હળદરવાળું પાણી લગાવવાથી બળતરા ઓછી થઇ જશે અને નિશાન નહિ પડે.

દાઝેલા ભાગ પર કાળા તલને પીસીને લગાવી લો. તેનાથી બળતરા અને દાગ-ધબ્બાથી રાહત મળી શકે છે.

દાઝ્યા પછી તરત જ તેના પર ઠંડું પાડવું રાખો જેથી ફોલ્લી ન પડી શકે અને નિશાન પણ ન પડે.

દાઝેલા ભાગ પર તુલસીના પાનનો રસ લગાવવાથી દાગ ધબ્બા ઓછા થઈ જાય છે.

આગથી બળી ગયા પછી મેથીના દાણાને પાણીમાં પીસીને તેનો લેપ બનાવિને દાઝેલા ભાગ પર લગાવવાથી બળતરા દૂર થાય છે. સાથે સાથે નિશાનથી પણ છુટકારો મળે છે.

દાઝેલા ભાગ પર બટાકા કે બટાકાની છાલ રાખો કારણકે તેનાથી બળતરામાં રાહત મળશે અને ઠંડક મળશે. આ સાથે નિશાન પણ નહીં પડે.

ડાઘ દૂર કરવા કરો આ ઉપાય
– બદામના તેલથી નિયમિત રીતે દાઝેલી ત્વચા પર માલિશ કરવી.
– આ ત્વચા પર બટેટાનો રસ લગાવવાથી લાભ થાય છે.
– નાળિયેરના તેલથી દાઝેલી ત્વચા પર માલિશ કરવાથી લાભ થાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment