ડાયાબિટીસના દર્દીઓએ ભૂલીથી પણ આ 5 ફળો ન ખાવા જોઈએ, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન

મિત્રો ડાયબીટીસ એ દુનિયામા એક સામાન્ય રોગોમાંનું એક બની ગયું છે મિત્રો તે દર્દીના બ્લડ સુગરના સ્તરોના આધારે ઓળખાય છે મિત્રો તેમ છતાં તેને સંપૂર્ણ રીતે ઠીક કરવું ખુબજ મુશ્કેલ હોય છે પરંતુ મિત્રો તમે તમારા આહારમાં કેટલાક ફેરફારો કરીને તે ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકો છે અને જો લોહીમાં સુગર લેવલ વધારવામાં આવે છે તો પછી એવાં ફળોનો ઉપયોગ કરવો ફાયદાકારક છે કે જેમાં ફાઈબરની માત્રા વધારે હોય તેમજ પુષ્કળ પાણી પીવાથી ખાંડનું પ્રમાણ પણ સારું રહે છે મિત્રો સુગર લેવલને બરાબર રાખવા માટે સાવચેતી ખૂબ જ મહત્વપૂર્ણ છે.આજે અમે તમને અમુક એવા ફળો વિશે જણાવીશું જે ડાયબીટીસના દર્દીઓ ના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર કરે છે તો મિત્રો આવો જાણીએ તે ફળો વિશે.

કેરી:

નિષ્ણાતોના મતે, એક મધ્યમ કદની કેરીમાં લગભગ 40-45 ગ્રામ ખાંડ હોય છે. જો ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરે છે, તો તેમનું સુગર લેવલ ઉંચુ થઈ શકે છે.

કેળા

એક મધ્યમ કદના કેળામાં લગભગ 15 ગ્રામ ખાંડ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન કરવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ ખાવાથી તેમનું શુગર લેવલ ઉંચુ થઈ શકે છે.

દ્રાક્ષ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, 2 કપ દ્રાક્ષમાં 50 ગ્રામ ખાંડ હોય છે. જો ડાયાબિટીસના દર્દીઓ દરરોજ દ્રાક્ષ ખાય છે, તો તેમના બ્લડ સુગરનું સ્તર અસંતુલિત રહી શકે છે.

તરબૂચ

ડોક્ટરોના જણાવ્યા મુજબ ડાયાબિટીસના દર્દીઓ માટે તરબૂચ ખાવાનું ફાયદાકારક નથી. મધ્યમ કદના તરબૂચમાં 7 ગ્રામ ખાંડ હોય છે.

અનાનસ

સંશોધકોના જણાવ્યા અનુસાર, 1 કપ પાઈનેપલ સ્લાઈસમાં 16.3 ગ્રામ ખાંડનો જથ્થો છે. જો ડાયાબિટીસના દર્દીઓ તેમને દરરોજ ખાય છે, તો તેમનું સુગર લેવલ હંમેશા ઉંચુ રહી શકે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment