આજે અહીં બતાવ્યા પ્રમાણે મિક્સ કરો ઘરની આ ચીજો અને બનાવો તમારા વાળને સુંદર, કાળા અને ભરાવદાર. તમારે કોઇ કલર કે ડાઇ કરવાની જરૂર નથી . સફેદ વાળની સમસ્યાને દૂર કરવાના ઘરેલૂ અને સરળ ઉપાય…
- એક પેનમાં થોડું પાણી લઇને તેમાં 2 ચમચી ચાની ફૂકી નાંખીને ઉકાળી લો. ઠંડું થાય ત્યારે તેને ગાળીને તે પાણીથી વાળ ધૂઓ. ત્યારબાદ તરત શેમ્પૂ ન કરો.
- તરોઇને નારિયેળના તેલમાં 3-4 કલાક એટલે કે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળી ન થાય. આ તેલને વાળમાં લગાવો અને માથાનું મસાજ કરો
- દૂધીના રસમાં ઓલિવ ઓઇલ કઅથવા તલનું તેલ મિક્સ કરો અને માથામાં લગાવો
- વાળ ધોવાના 10 મિનિટ પહેલા ડુંગળીને પીસીને તેનો રસ અને પેસ્ટને વાળના મૂળમાં લગાવો. વાળ ખરતા અટકશે
- જામફળના પાનને પીસી લો અને વાળ ધોવાના 10 મિનિટ પહેલાં તેને પોતાના માથામાં નિયમિતપણે લગાવો
- 1 ગ્રામ કાળા મરીને 1/2 કપ દહીંમાં મિક્સ કરીને વાળમાં મસાજ કરો. તેમાં લીંબુનો રસ પણ મિક્સ કરી શકાય છે
- બદામના તેલમાં આમળાનો રસ મિક્સ કરીને નિયમિતપણે લગાવવાથી વાળ કાળા થાય છે
વાળ પર આ ફૂડ લગાવવાથી વાળ રહેશે હેલ્ધી
મેથીદાણા: 1 કપ મેથી દાણાને રાત ભર પાણીમાં પલાળીને રાખો, સવારે તેની પેસ્ટ બનાવી નારિયેળ તેલમાં મિક્સ કરીને આ તેલ વાળમાં લગાવો. 1 કલાક બાદ વાળ શેમ્પૂથી ધોઇ લો.
લસણ: તેની 7-8 કળીઓ પીસીને નારિયેળ તેલ કે ઓલિવ ઓઇલમાં નાંખીને ઉકાળી લો . ઠંડું થાય ત્યારે તેને માથામાં લગાવો. આનાથી વાળ ભરાવદાર બનશે.
મીઠો લીમડો: 1/2 કપ નારિયેળ તેલમાં 7-8 લીમડાના પાન નાખી 2-3 મિનિટ સુધી ઉકાળો. ઠંડું થાય ત્યારે તેનાથી વાળમાં માલિશ કરો.
દહીં: 1 કપ દહીંમાં 1/2 ચમચી ફટકડી પાવડર અને 1/4 ચમચી હળદર મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. વાળ હેલ્ધી અને ભરાવદાર બનશે. અઠવાડિયામાં 1 વાર આમ કરો.
મિત્રો આવી જ બીજી અનેક માહિતી મેળવવા માંગતા હોવ તો અમારું પેઇઝ લાઈક કરો અને બીજા ને માહિતી મોકલવા માટે શેર કરો
Thank you for reading this post, don't forget to subscribe!