સામગ્રી

અડદનો કરકરો લોટ – 250 ગ્રામ

સુંઠ પાવડર – 10 ગ્રામ

ગંઠોડા પાવડર – 10 ગ્રામ

ટોપરાની છીણ – 10 ગ્રામ

ખાંડ – 250 ગ્રામ ,

ઘી – 250 ગ્રામ

ગુંદર – 10 ગ્રામ

બે ચમચા દૂધ

કાજુ બદામ કીસમીસ ઇચ્છા મુજબ

બનાવવાની રીત:

અડદના લોટમા 2 ચમચા ઘી તથા 2 ચમચા દુધ નાખી મીકસ કરવાનુ . ત્યારબાદ ઘઉંના ચારણે ચાળીને લોટ તૈયાર કરવો . ઘી ગરમ થાય એટલે ગુંદર ઘી મા તળી લેવો પછી કાઢી લેવો . ઘી મા અડદદાળનો લોટ તૈયાર કર્યો તે નાખી અને મધ્યમ તાપે શેકવો . બદામી રંગ નો થાય એટલે નીચે ઉતારી તેમાં ટોપરુ સુકો મેવો , સુંઠ પાવડર , ગંઠોડા પાવડર , ગુંદર નાખી બરોબર હલાવવુ . ખાંડ ડુબે એટલુ પાણી નાખી એક તારની ચાસણી કરવી . ચાસણી થય જાય એટલે શેકેલા લોટમા નાખી 10 થી 15 મિનિટ હલાવવુ .લચકા જેવુ થાય એટલે જેવા આકાર કરવા હોય તેવા અડદિયા વાળી લેવા . ખાવામા સ્વાદિષ્ટ અને શરીર માટે શક્તિ દાયક અડદિયા તૈયાર છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *