સામગ્રી :

 • ૧ ચમચી બાફેલ બટાટા
 • ૧૫૦-૨૦૦ ગ્રામ ચણાનો લોટ
 • ૧ ચમચી ચાટ મસાલો
 • ૧/૪ ચમચી સંચર
 • નમક સ્વાદ અનુસાર
 • ૩ ચમચી પાણી
 • ૨ ચમચી તેલ
 • તેલ તળવા માટે

આલુ સેવ બનાવવાની રીત:

 • સૌ પ્રથમ બટાટાને બાફી તેની છાલ ઉતારી લો. તેને મિક્ષ્ચર ક્રશ કરવા નાંખો તેમાં પાણી અને તેલ ઉમેરો. હવે તેને ક્રશ કરી તેમાંથી પેસ્ટ બનાવી લો અને એક બાઉલમાં કાઢી લો.
 • હવે તેમાં મીઠું, ચાટ મસાલો, સંચર ઉમેરી એક વખત બરાબર હલાવી લો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરી લોટ બાંધી લો.
 • હવે સંચામાં સેવની નાના કાણા વાળી જારી નાંખી તેમાં બાંધેલો લોટ ભરી દો. હવે કડાઈમાં તેલ મૂકી જયારે તે ગરમ થઇ જાય ત્યારે મધ્યમ તાપ પર આ સેવને તળી લો.
 • તેને ધીમે ધીમે હલાવતા રહો. જેથી તે સરખી રીતે પાકી જાય. ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી અને ચાટ મસાલો છાંટી સર્વ કરો.
 • એર ટાયટ ડબ્બા તમે આ સેવ ને સ્ટોર પણ કરી શકો છો

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *