લાલ મરચાનુ સ્ટ્ફ્ડ અથાણુ

સામગ્રી

20 લાલ મરચા

1/4 કપ રાઇના દાણા

1/4 કપ વરિયાળી

1/4 જીરું

1 ટેબલ સ્પૂન મેથી

2 ટેબલ સ્પૂન આમચુર

1 ટીસ્પૂન હળદર

2 ટેબલ સ્પૂન મીઠું

1/2 ટીસ્પૂન હિંગ / હીંગ

1 કપ તેલ

બનાવવાની રીત:

પ્રથમ, 20 લાલ મરચા લો અને તેને સાફ કરી લો.ત્યારબાદ મરચામા કાપા કરી નાખો અને એક બાજુ રાખો.

એક પેનમાં રાઇ, વરિયાળી, જીરું અને મેથી નાખો અને ગેસ પર ધીમા તાપે સેકી લો.મસાલામાથી સુગંધ આવે ત્યાં સુધી ધીમા આંચ પર શેકવા . ત્યારબાદ સંપૂર્ણપણે ઠંડુ કરો અને કરકરા પાવડર જેવુ મિકસરમાં પીસી લો .

હવે આ મસાલાને એક બાઉલમાં કાઢો હવે તેલ ગરમ કરો જ્યા સુધી તે સ્મોકી થાય.તેલને ઠંડુ કરો , અને મસાલા ઉપર નાખો .

હવે તેમાં હળદર , 2 ચમચી મીઠું અને હિંગ ઉમેરો અને બધા મસાલા સારી રીતે મિકસ થઇ જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરો .

ત્યારબાદ હવે આ મસાલો કાપા કરેલ મરચામા ભરો અને મરચાને એક ગ્લાસ ની જાર માં ભરી લો . રોટલી / ભાખરી સાથે સ્ટફ્સ લાલ મરચાંના અથાણાંનો આનંદ લો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment