સામગ્રી
- ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ
- ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
- ૨ ટીસ્પૂન તેલ
- ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ
- ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા
- ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
- ૧/૪ કપ ઝીણી સમારેલી કોબી
- ૧/૪ કપ ઝીણા સમારેલા ગાજર
- ૩ કપ બેઝીક વેજીટેબલ સ્ટોક
- મીઠું , સ્વાદાનુસાર
- ૨ ટીસ્પૂન કોર્નફલોર , ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું
બનવાની રીત :
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી વાર સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કાંદા નાંખી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોબી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- ત્યારબાદ તેમાં બેઝીક વેજીટેબલ સ્ટોક, લીંબુનો રસ, મીઠું અને કોર્નફ્લોરનું મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી ઉકાળો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો . છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ ગરમાગરમ પીરસો.
Thank you for reading this post, don't forget to subscribe!