ગાંધારીને ૧૦૦ પુત્ર થવા પાછળ નું કારણ કંઈક આવું હતું

100 કૌરવો ના જન્મ વિશે બતાવીએ,એ પેહલા જાણી લઈએ કે એમને જન્મ આપવા વાળી માતા ગાંધારી કોણ હતી. ગાંધારી,ગાંધાર દેશ ના રાજા ‘સુબલ’ની પુત્રી હતી. ગાંધાર દેશ માં જન્મ ના કારણે એમનું નામ ગાંધારી રાખવા આવ્યું હતું. ગાંધાર આજે અફગાનિસ્તાન નો ભાગ છે,જેને આજે પણ ગાંધાર ના નામ થી જ ઓળખવા માં આવે છે. મહાભારત ના સૌથી ચર્ચિત પાત્ર શકુની ને તો આપડે જાણી જ છે એ ગાંધારી ના ભાઈ હતા. શકુની ગાંધારી ના લગ્ન પછી એમની સાથે જ રેહતા હતા.

મહારાણી ગાંધારી ઘણી ધાર્મિક વૃતિ ની સ્ત્રી હતી. ગાંધારી ની સેવા થી પ્રસન્ન થઈ ને મહર્ષિ વેદ વ્યાસ એ એમને 100 પુત્ર નું વરદાન આપ્યું હતું . મહર્ષિ વેદ વ્યાસ ના વરદાન મુજબ એ ગર્ભવતી થઈ. પરંતુ થોડાક દિવસ પછી ખબર પડી કે એમના ગર્ભ માં એક નહીં પરંતુ 100 બાળકો નું ગર્ભ છે. આના સિવાય જ્યાં સામાન્ય સ્ત્રી નું ગર્ભ 9 મહિના નું હોય છે ત્યાં જ ગાંધારી 2 વર્ષ સુધી ગર્ભવતી રહી. 24 મહિના પછી પણ જ્યારે ગાંધારી ને પ્રસૃતિ ન થઈ તો ગાંધારી એ આ ગર્ભ ને પાડવા નો નિર્ણય કર્યો. ગાંધારી એ પોતાના બાળક નું ગર્ભપાત કરાવ્યુ તો એમાં થી લોખંડ ની જેમ એક માંસ નું એક પિંડ નિકળ્યું.

એવું માન્યતા છે કે આ આખી ઘટના ને મહર્ષિ વેદ વ્યાસ પણ જોઈ રહ્યા હતા. ગર્ભપાત ની વાત સાંભળતા જ એ હસ્તિનાપુર આવ્યા અને એમણે ગાંધારીના ગર્ભ માંથી નીકળેલા માંસ પિંડ પર એક વિશેષ પ્રકાર નું જળ નાખવા નું કહ્યું. માન્યતા પ્રમાણે પિંડ પર જળ નાખતા જ માંસ ના પિંડ ના 101 ટુકડા થઈ ગયાં. મહર્ષિ એ પછી ગાંધારી ને આ માંસ ના પિંડ ને ઘી થી ભરેલા 101 કુંડા માં નાખી ને 2 વર્ષ સુધી આમ જ મૂકી રાખવા કહ્યું.

બે વર્ષ પછી ગાંધારી એ ઘી ના કુંડો ને ખોલ્યું. કેહવા માં આવે છે કે ગાંધારી એ સૌથી પેહલા જે પિંડ ને ખોલ્યું એમાં થી દુર્યોધન નો જન્મ થયો. આવી જ રીતે ગાંધારી એ બધા પિંડો ને ખોલ્ય અને બધા માં થી એક એક પુત્ર નો જન્મ થયો,જેમાં એક પુત્રી પણ હતી. પુત્રી નું નામ દુઃશલા હતું. એવું કેહવા માં આવે છે કે જન્મ લીધા પછી દુર્યોધન તરત જ ગધેડા ની જેમ બોલવા લાગ્યો હતો. તેને જોઈ ને પંડિતો અને જ્યોતિષો એ કહ્યું કે આ બાળક કુળ નો નાશ કરી દેશે. જ્યોતિષો એ દુર્યોધન નો ત્યાગ કરવા માટે કહ્યું ,પરંતુ પુત્રમોહ ના કારણે ધૃતરાષ્ટ્ર આવું ના કરી શક્યા. આના પછી ની વાર્તા તો તમને ખબર જ છે કે કેવી રીતે 100 કૌરવો 5 પાંડવો ના હાથે મૃત્યુ પામ્યા .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment