ઘુટો:જામનગર જિલ્લામાં વધુ બનાવાતું ઍક શાક

આ ઘુટો લીલા શાકભાજી નો ઉપયોગ કરી બનાવવા મા આવતી એક વાનગી છે. આ બનાવતા સમયે તેમાં એક પણ ટીપું તેલ નું નાખવામાં આવતું નથી. આ સાથે તેમાં માત્ર નમક ને બાદ કરતા બીજા કોઇપણ જાત ના સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વાનગી ને જોતા જ તે એક ઘટ્ટ શુપ જેવું લાગતું હોય છે.

તો ચાલો જાણીએ આ ઘુટૉ બનાવવા ની રીત :

પેહલા ચટણી ની રીત :

કોથમરી ૨૦૦ ગ્રામ, ફૂદીનો ૫૦ગ્રામ, આદુ ૫૦ ગ્રામ , લીલી હળદર અને આંબા હળદર ૫૦ ગ્રામ , લીલા મરચાં ૧૦૦ ગ્રામ, લાલ લીલા મરચાં ૧૦૦ ગ્રામ, લીબું નો રસ જરૂરિયાત મુજબ , લીલું લસણ ૫૦ ગ્રામ , સૂકું લસણ ૨૫ ગ્રામ , ગોળ ૧૦૦ ગ્રામ, શીગદાણા ૧૦૦ ગ્રામ. હવે આ બધી વસ્તુઓ ને ખાંડણીની થી વાટી ને ચટણી બનાવવી આને મીક્ષર મા પણ તૈયાર કરી શકો છો.

આ ઘુટો માટે નો સામાન:

અડદ ૨૫૦ ગ્રામ બે-ત્રણ કલાક માટે અગાવ પલાળી રાખો, બટેટા ચાર નંગ, ગાજર ૧૫૦ ગ્રામ, સૂરણ ૧૦૦ ગ્રામ, એક મોટું બીટ, શક્કરીયા ૧૦૦ ગ્રામ, આ સિવાય ના બીજા બધા કંદ નો પણ ઉપયોગ કરી બધા ને એક સરખા કાપી લેવા. લીલાચણા ૧૫૦, લીલાવટાણા ૨૦૦, લીલીતુવેર ૨૦૦, લીલાવાલ ૧૦૦, ચોળા ના બી ૧૦૦ ગ્રામ, ચોળી ૧૦૦, ગુવાર ૧૦૦, વાલોર ૧૦૦, પાપડી ૧૦૦, નાના ગુલાબી રીગણા ૧૫૦, ટીડોળા ૧૦૦, દુધી ૧૦૦, ગલકા ૧૦૦, તુરીયા ૧૦૦, કોબી ૧૫૦, ફ્લાવર ૧૦૦, પાલક ૧૦૦, મેથીની ભાજી ૧૦૦, બધી જ ભાજીને સમારી લેવી, કોથમરી ૧૦૦, લીલું લસણ ૧૫૦, લીલી ડુંગરી ૧૫૦, સૂકી ડુંગરી ૧૫૦. બધું જીણું સમારી લેવું. આ સાથે દેશી ટમેટાં ૨૦૦ગ્રામ. જીણા સમારેલા.

બનાવવા ની રીત :

ચુલા પર અથવા તો ગેસ પર એક મોટું તપેલું રાખી તેમા પાંચ લીટર પાણી નાખવું. આ પાણી ગરમ થાય એટલે પલાળેલી અડદ ની દાળ તેમાં નાખવી. થોડી વાર પછી તેમાં જે દાળ ના ફીણ થયા હોય તે કાઠી નાખો.

હવે તેને એક છીબા થી ઢાંકી દેવું અને આ છીબા ઉપર પાણી નાખવું જેથી તે પોતાની જ વરાળ થી જ ધીરે-ધીરે પાકતા જશે. આ રીતે પાકતાં શાકો ને જ વરાળીયું કહેવામાં આવે છે. આ ગરમ પાણી ના તપેલા મા બધા જ સમારેલા કંદ નાખી દેવા. દરેક દસ દસ મિનીટ ને અંતરે બીજા ઉપરોક્ત જણાવેલા વસ્તુઓ ઉમેરતું જવું. અને તેને હલાવતું રેહવું. ત્યારબાદ તેમાં બીજા લીલા મસાલા નાખી તેને ધીમા તાપે ચડવા દેવું આશરે એક થી બે કલાક સુધી આવી રીતે પાકવા દેવું અને , વચ્ચે-વચ્ચે તેને હલાવતું રેહવું.

હજુ સુધી તેમાં મીઠું નાખવામાં નથી આવ્યું. જયારે આ બધા જ મસાલા અને શાકભાજીઓ ચઢવા લાગે તેના દસક મિનીટ પેહલા તેમાં છેલ્લે ટમેટાં ઉમેરી મીઠું નાખવું. ટમેટા નાખતાં બીજા શાકો ચઢવાના બંધ થઈ જાય છે માટે તે છેલ્લે ઉમેરવા. હવે તેમાં સ્વાદ મુજબ ઉપરોક્ત બનાવેલી ચટણી ઉમેરવી. આ હવે લગભગ દસેક મિનીટ મા બધાં જ શાકો બરાબર ચઢી જશે અને ત્યારબાદ તેમાં એ રીતે બ્લેન્ડર ફેરવો કે બધું અધકચરું થયી જાય. લો આ તૈયાર છે તમારું ઘુટો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment