ધરતી પર નું લીલું સોનું માનવામાં આવતા આ ઘઉંના જવારામાં છે અનેક ગુણો

ઘઉંના જવારાના રસમાં રોગ ને નાબૂદ કરવાની એક અજબ શક્તિ હોય છે.  શરીર માટે એ એક શક્તિશાળી ટોનિક છે. એમાં કુદરતી કાર્બોહાઇડ્રેડ, કેટલાક વિટામિનો અને ક્ષારો તથા ઉચ્ચ પ્રોટીન રહેલાં છે. જેમ કે  મૂત્રાશયની પથરી, હૃદય રોગ, ડાયાબિટીસ, દમ,કમળો, લકવો, દાંતના રોગો,પેટનો દુખાવો, અપચો, ગેસ,વિટામિન એ, બી વગેરેની ખામી,શારીરિક અને માનસિક નબળાઈ,આંખોની નબળાઈ, વાળ ધોળા થઈને ખરી પડવા, લાગેલા જખમ તથા દાઝેલી ચામડી વગેરે માટે જવારા ઉપયોગી છે.

ઘઉંના જવારાનો રસ બનાવવાની રીત :


 જયારે તમારે રસ બનાવો હોય ત્યારે જ જવારા કાપવા. કાપ્યા પછી તરત જ તેને ખાંડવા. ખાંડેલા જવારાને કપડાથી ગાળીને રસ નીચોવી લેવો. આ પ્રમાણે એક ગ્લાસ જેટલો રસ નીકળે તેટલા જવારા ખાંડીને નિચોવી રસ કાઢી લેવો .

આમ તમે જવારા નો રસ બ્લેન્ડરમાં પણ રસ કાઢી શકો છો . રસ કાઢ્યા પછી તરત જ પી જવો અને ધીમે ધીમે પીવો. સવારમાં નરણે કોઠે આ રસ પીવાથી વધારે ફાયદો થાય છે.
     

દિવસમાં ગમે ત્યારે જવારાનો રસ પી શકાય છે. પરંતુ રસ પીધા પહેલાં અને પીધા પછી અડધો કલાક સુધી કઈ ખાવું પીવું ન જોઈએ. જવારાનો રસ કાઢતી વખતે તેમાં મધ, આદું, નાગરવેલનાં પાન તમે ઉમેરી શકાય. આથી સ્વાદ અને ગુણમાં વધારો થાય છે અને ઉબકા આવતા નથી. ખાસ ધ્યાનમાં રાખો કે જવારાના રસમાં લીંબુનો રસ કે મીઠું કદાપિ ઉમેરવું નહિ.

 જો તમારે રસ પીવો ન હોય તો જવારા ચાવીને પણ ખાઈ શકાય છે, આથી દાંત અને પેઢાં મજબૂત બને છે . દિવસમાં ૩-૪ વખત થોડા થોડા જવારા ચાવવાથી મો માંથી આવતી વાસ અટકી જશે. ઈચ્છા હોય તો દરરોજ બે કે ત્રણ વખત જવારાનો રસ લેવો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment