શું દોડતી વખતે મ્યુઝિક સાંભળવાથી થાકમાં ઘટાડો થાય છે વધુ જાણવા માટે ફટાફટ અહિ ક્લિક કરો

દોડતી વખતે મ્યુઝિક સાંભળવાથી દોડવામાં વધારે સ્ફુર્તિનૉ અનુભવ થાય છે , જ્યારે હવે વૈજ્ઞાનિકો કહી રહ્યાં છે કે દોડતી વખતે મ્યુઝિક સાંભળવાથી વ્યક્તિની કાર્યક્ષમતામાં પણ સુધાર થાય છે.દોડતી વખતે મ્યુઝિક સાંભળવાથી તે વધુ દોડવામાં પણ મદદરૂપ થાય છે તેમજ ફિટનેસને વધુ સારી બનાવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે . બુનેલ યુનિવર્સિટીના પ્રોફેસર , સાઇકોલોજી ઓફ મ્યુઝિક એન્ડ એક્સર્સાઇઝનાં તજજ્ઞ કોસ્ટાસ કરેજોરગીસનાં સહયોગથી તૈયાર કરવામાં આવેલ રન વિથ મી ટ્રેકમાં જાણવા મળ્યું કે દોડતી વખતે મ્યુઝિક સાંભળવું એ દોડવાની ક્ષમતામાં ૫ % નો વધારો કરે છે અને થાકવાની ગતિને પણ ૧૫ % સુધી ઘટાડે છે . દોડતી વખતે મ્યુઝિક સાંભળવાથી ફાયદો થાય છે તેમ પહેલીવાર ન્યૂયોર્કનાં એક વૈજ્ઞાનિકે ૧૯૧૧ માં જણાવ્યું હતું . તેમણે ઓબઝર્વ કર્યું હતું કે એક સાઇકલ સવાર મિલિટરી બેન્ડ સાંભળતા ૮.૫ % વધુ ઝડપથી સાઇકલ ચલાવી શકે છે . ગત વર્ષે પ્રોફેસર કરેોરગીસે વ્યાયામ પર સંગીતનાં પ્રભાવ વિષય પર છેલ્લા ૧૦૭ વર્ષોમાં કરવામાં આવેલ અધ્યયનોની સમીક્ષા કરી હતી . જે અધ્યયનમાં તેમણે જાણ્યું કે વ્યાયામ સમયે સંગીત સાંભળવાથી વ્યક્તિનાં વર્તનમાં નોંધપાત્ર રીતે બદલાવ જોવા મળે છે જેમાં વ્યક્તિનું શારીરિક પ્રદર્શન વધે છે , ઓછા થાકમાં પણ વધારે મહેનત કરવાની ક્ષમતા વધેલી જોવા મળી , શરીરમાં લગતા કામોમાં ક્ષમતામાં વધારો જોવા મળે છે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment