વિટામિન D આપણા શરીરમાં શું કામ કરે છે ?

હાડકાં માટે જરૂરી એવાં તત્ત્વો કેલ્શિયમ અને ફોસ્ફેટ એ બંનેને પચાવવાનું કામ વિટામિન D કરે છે . એટલે , તંદુરસ્ત અને મજબૂત હાડકાં માટે વિટામિન D ખૂબ મહત્ત્વનું છે . ચેપી રોગની સામે શરીરને રક્ષણ પૂરું પાડવા મજબૂત સ્નાયુ , સ્વસ્થ હૃદય , ફેફસાં અને મગજ જરૂરી છે , જેને ચુસ્ત રાખવાનું કામ વિટામિન D કરે છે .

આપણું શરીર પોતાની જાતે જ કુમળા સૂર્યપ્રકાશમાંથી વિટામિન D બનાવી લે છે . પૂરક આહારમાંથી પણ વિટામિન D મળે છે અને આપણે જે ખોરાક લઈએ છીએ , તેમાંથી ખૂબ ઓછી માત્રામાં વિટામિન D મળે છે .

વિટામિન D નીચે મુજબનાં કાર્યો કરે છે

  • રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો , જેનાથી ચેપી રોગ સામે રક્ષણ મળે છે .
  • સ્નાયુઓનું બરાબર કામ કરવું .
  • હૃદયનું સારી રીતે ધબકવામાં પણ વિટામિન D નો ફાળો છે .
  • શ્વાસોશ્વાસની ક્રિયા સારી રીતે થઈ શકે , જેનાથી ફેફસાં મજબૂત થાય .
  • માનસિક વિકાસ માટે પણ વિટામિન D જરૂરી છે .
  • કેન્સરની સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે .

વિટામિંન D ના સ્ત્રોત

જ્યારે શરીરની ચામડી સીધા સૂર્યપ્રકાશની સામે આવે છે , ત્યારે વિટામિન D બનવાનું શરૂ થાય છે . એટલે જ , એને “ સૂર્યપ્રકાશની ભેટ ’ કહેવામાં આવે છે . મોટાભાગના લોકો પોતાની વિટામિન D ની જરૂરિયાતનો કેટલોક ભાગ આ રીતે પ્રાપ્ત કરે છે . બહુ ઓછા ખોરાકમાં કુદરતી રીતે જ વિટામિન D સમાયેલું છે .

વિટામિન D દૂધમાં , નાસ્તામાં લેવાતો આહાર અને કેટલાક પ્રકારના સંતરાંના જ્યુસ , દહીંમાં ભેળવવામાં આવે છે . ટ્યુના ( Tunia ) , સાલમન ( Salmon ) અને મેકરલ ( Mackerel ) જેવી માછલીઓ વિટામિન D નો સારામાં સ્ત્રોત છે . ગૌમાંસ , ચીઝ , ઈડાની જરદી ( ઈડામાં રહેલો પીળો ભાગ ) મશરૂમમાંથી ઓછા પ્રમાણમાં વિટામિન D મળે છે . મશરૂમને અસ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં રાખવાથી વિટામિન D ની માત્રામાં વધારો થાય છે .

વિટામિન D ની દૈનિક જરૂરિયાત ફેટલી ?

અઠવાડિયાના ત્રણ દિવસ ૧0-૧ ૨ મિનિટ સૂર્યપ્રકાશ લેવાથી શરીરને જરૂરી વિટામિન- D મળી રહે છે . સૂર્યપ્રકાશ આપણા શરીરનાં મો , પીઠ , હાથ – પગ જેવા ભાગ ઉપર પડવો જોઈએ (સનસ્ક્રીન લોશન લગાડવું નહીં . ) જે લોકો સૂર્ય – પ્રકાશિત વિસ્તારમાં રહેતા નથી તેમના શરીરમાં વિટામિન- મળતું નથી . વાદળછાયું વાતાવરણ , છાંયડો અને ઘઉંવર્ણી ચામડીના કિસ્સાઓમાં વિટામિન- D ઓછું મળે

વિટામિન D ના પ્રકાર

વિટામિનના ત્રણ પ્રકાર છે : D2 અથવા અર્ગો કેલ્સીફેરોલ અને વિટામિન D૩ અથવા કોલેકેલ્સીફેરલ ( Cholecalciferol ) તેને કેલ્સીફેરોલના નામે પણ ઓળખાય છે .

વિટામિન D ની ઉણપનાં ચિહનો કયાં છે ? જો શરીરમાં વિટામિન D નું પ્રમાણ ઓછું હોય તેમજ સૂર્યપ્રકાશમાંથી પણ વિટામિન D ઓછું મળતું હોય ત્યારે આ પુખ્તવયના લોકોમાં હાડકાં નબળાં પડવાનો રોગ ( Osteopalacia ) અને બાળકોમાં Rickets જેવી બીમારી થાય છે .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *