વલસાડનું ફેમસ ઉંબાડિયું | valsad ubaliyu | gujarati recipe | famous recipe | Ubadiyu recipe in Gujarati

ઉંબાડિયું બનાવવા માટે જરૂરી સામગ્રી:

  1. 500 ગ્રામ રતાળુ
  2. 500 ગ્રામ સુરતી પાપડી
  3. 250 ગ્રામ બટાકા
  4. 250 ગ્રામ નાના રીંગણ
  5. 500 ગ્રામ શક્કરિયાં
  6. લીલો મસાલો –
  7. 3/4 કપ ધાણાની પેસ્ટ
  8. 3/4 કપ લીલા લસણની પેસ્ટ
  9. 1/3 કપ લીલા મરચાની પેસ્ટ
  10. 1/3 કપ આદુ ની પેસ્ટ
  11. 2 ટેબલસ્પૂન લીલી હળદરની પેસ્ટ
  12. 1/2 કપ સિંગદાણાનો ભૂકો
  13. 1/4 કપ તલ
  14. 4 ટેબલસ્પૂન ધાણાજીરુ
  15. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
  16. 3 ટીસ્પૂન અજમા
  17. 1 ટીસ્પૂન હિંગ
  18. મીઠું સ્વાદાનુસાર
  19. 6 કોબી ના પાન
  20. 1/2 કપ તેલ
  21. 500 ગ્રામ ધાણા ની દાંડી, ફુદીનાની દાંડી અને લસણ નો વેસ્ટ
  22. લીલી ચટણી –
  23. 2 ટેબલસ્પૂન ધાણા ની પેસ્ટ
  24. 2 ટેબલસ્પૂન લીલા લસણની પેસ્ટ
  25. 2 ટીસ્પૂન મરચાની પેસ્ટ
  26. 1 ટીસ્પૂન આદુની પેસ્ટ
  27. 1/2 ટીસ્પૂન લીલી હળદરની પેસ્ટ
  28. 20 ફુદીના ના પાન
  29. 1 ટીસ્પૂન લીંબુનો રસ
  30. મઠો (મસાલા છાશ) –
  31. 1 ટેબલસ્પૂન ધાણા ની પેસ્ટ
  32. 1 ટેબલસ્પૂન લીલા લસણની પેસ્ટ
  33. 1 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
  34. 20 ફુદીનાના પાન
  35. 10 કરી પત્તા
  36. 1 ટીસ્પૂન જીરુ
  37. મીઠું સ્વાદાનુસાર
  38. 3 કપ દહીં

ઉંબાડિયું બનાવવાની રીત:

સૌપ્રથમ ઉબાડિયું બનાવવા માટે ધાણાની પેસ્ટ, લીલા લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલી હળદરની પેસ્ટ બનાવીને તૈયાર કરવી. બધા શાકભાજીને મોટા કાપીને તૈયાર કરવા. લીલા ધાણા, લીલું લસણ અને ફુદીનાની ડાળખીઓ ને બરાબર ધોઈ લેવી. આ વેસ્ટ ઉબાડિયું માટે વાપરવાનો છે. હવે એક મોટા વાસણમાં ઉબાડિયા ના લીલા મસાલા ની બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં તૈયાર કરેલા શાકભાજી ઉમેરીને બધા શાકભાજી પર મસાલો બરાબર લાગી જાય એ રીતે હલાવી લેવું. સામાન્ય રીતે ઉબાડિયું બનાવવા માટે કલાર નામની વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એની અવેજીમાં મેં અહીંયા કેબેજ ના પાન, લીલા ધાણા, લીલુ લસણ અને ફુદીનાની દાંડી ઓ નો ઉપયોગ કર્યો છે. એક મોટા કૂકરમાં અથવા તો મોટા વાસણમાં પા કપ પાણી ઉમેરી તેની ઉપર કેબેજ ના પાન પાથરવા. એની ઉપર ધાણા, ફુદીના અને લીલા લસણ ની અડધી દાંડી પાથરવી. હવે તેના પર તૈયાર કરેલા શાકભાજી પાથરી દેવા. બાકીની દાંડીઓ થી શાકભાજીને ઢાંકીને પોટ નું અથવા તો કૂકર નું ઢાંકણ ઢાંકી દેવું. હવે ગેસ પર એક તવી મૂકી તેના પર પોટ મૂકીને મીડીયમ થી હાઇ તાપ પર અડધો કલાક માટે પકાવવું. હવે તવી કાઢી લઈને ધીમા તાપે ચડી જાય ત્યાં સુધી પકાવવું. ઉબાડિયું તૈયાર થઈ જાય ત્યારે ઉપરથી ધાણા લસણ ની દાંડીઓ કાઢી લેવી. ઉબાડિયા સાથે પીરસવામાં આવતી ચટણી બનાવવા માટે એક મિક્સર ગ્રાઈન્ડર માં ધાણા ની પેસ્ટ, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, લીલી હળદરની પેસ્ટ, મીઠું, લીંબુ અને ફૂદિના ના પાન ઉમેરીને બધું વાટી લેવું. ઉબાડિયા ને મઠા સાથે પીરસવામાં આવે છે. મઠો એટલે મસાલા છાશ. મઠો બનાવવા માટે મિક્સર જારમાં ધાણા ની પેસ્ટ, લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, ફુદીનો, કરી પત્તા, મીઠું અને જીરું ઉમેરીને બધું વાટી લેવું. હવે એક વાસણમાં દહીં લઈ ને ફેંટી લેવું. હવે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરીને બધું બરાબર હલાવી, પાણી ઉમેરીને મઠો બનાવી લેવો. ગરમાગરમ ઉબાડિયા ને લીલી ચટણી અને મઠા સાથે પીરસવું

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment