મહાભારતનું યુદ્ધ ચાલુ હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું. ત્યારે કર્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી કાઢી ન લવ ત્યાં સુધી તું મારા પર બાણ નહિ ચલાવી શકે. આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તું અટકી કેમ ગયો બાણ ચલાવ.

/અર્જુને શ્રી કૃષ્ણને જણાવ્યું કે આ તો યુદ્ધના નિયમની વિરુદ્ધ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને યાદ કરાવ્યું કે જ્યારે અભિમન્યુ એકલો બધા યોદ્ધાઓ સાથે લડી રહ્યો હતો ત્યારે તેને યુદ્ધના નિયમનો ખ્યાલ રાખ્યો હતો ? ત્યારે પિતામહે શું યુદ્ધના કોઈ નિયમ બનાવ્યા ન હતા ? અને એટલું જ નહિ ભરી સભામાં દ્રૌપદીનું અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે….

આ સાંભળીને અર્જુનને ગુસ્સો આવ્યો અને કર્ણ પર બાણ ચલાવી દીધું.અર્જુને ચલાવ્યું બાણ તે પાશુપસ્ત્ર હતું. જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું. જ્યારે પાંડવો ૧૪ વર્ષના વનવાસ માટે ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પાંચેય પાંડવને અલગ અલગ તપસ્યા કરવા માટે મોક્લ્યા હતા. તેમાં અર્જુને ભગવાન શિવજીની તપસ્યા કરી અને ભગવાન શિવજીએ તેને પાશુપસ્ત્ર વરદાન રૂપે આપ્યું હતું.

અર્જુનના વાર બાદ કર્ણ પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણની પરીક્ષા લેવાનું વિચાર્યું અને બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભગવાન કૃષ્ણ કર્ણ પાસે આવ્યા અને કહ્યું કે હે કર્ણ મારી દીકરીના લગ્ન છે અને મારી પાસે તેને દાનમાં આપવા માટે સોનું નથી તો મને સોનાનું દાન આપ.

કર્ણએ કહ્યું કે હવે મારી પાસે કંઈ નથી હું તમને શું દાન કરું શા માટે મારી પરીક્ષા લઇ રહ્યા છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હજુ તારી પાસે તારો સોનાનો દાંત છે આપવા માટે. ત્યારે કર્ણએ કહ્યું કે પથ્થર મારીને મારો દાંત કાઢી લો. ત્યારે બ્રાહ્મણે જણાવ્યું કે દાન આપવાનું હોય મારાથી મારીને ન લેવાય. ત્યારે કર્ણએ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢીને દાનમાં આપ્યો

બ્રામણે કહ્યું કે દાંતને પવિત્ર કરીને આપ ત્યારે કર્ણને પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાંથી ગંગા નદીની જળ ધારા થઇ અને દાંત તેમાં પવિત્ર કર્યો . ત્યાર બાદ કર્ણ સમજી ગયો કે આ બ્રાહ્મણ નથી કોઈ દેવતા છે અથવા તો ખુદ ભગવાન છે માટે તેણે બ્રાહ્મણને કહ્યું કે તમે જે હોય તે મને તમારું સાચું રૂપ દેખાડો.

ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ તેના સાચા રૂપમાં આવ્યા અને કર્ણને જણાવ્યું કે તું ખરેખર મહાન દાનવીર છે તારા જેટલું દાની જગતમાં બીજું કોઈ નથી, માટે હું તારા આ કર્મથી પ્રસન્ન છું, તું જે માંગીશ તે આપીશ માટે કોઈ વરદાન માંગ. ત્યારે કર્ણએ કહ્યું, કે મેં ક્યારેય કોઈ પાસે માગ્યું નથી પરંતુ આજે એક વરદાન માંગુ છું કે મને જન્મ એક કુંવારી માતાએ આપ્યો છે માટે મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય.

ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની અંત:દ્રષ્ટિથી કુંવારી જમીન શોધી તો તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસે હતી.પછી ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચેય પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કર્યા. ત્યારે પાંડવોએ પૂછ્યું કે આ કુંવારી જમીન જ છે એવું કંઈ રીતે સાબિત થાય. ત્યારે કર્ણ પ્રગટ થયો અને જણાવ્યું , તાપી મારી બહેન છે, અશ્વિની કુમાર મારા ભાઈઓ છે અને હું સૂર્ય પુત્ર છું અને મારો અગ્નિદાહ એક કુંવારી જમીનમાં જ થયો છે..

ત્યારે પાંડવોએ કહ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ એક કુંવારી જમીન છે. પરંતુ આવનારી પેઢીને કેવી રીતે ખબર પડશે કે કુંવારી જમીન પર જ કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા. ત્યારે ભગવાને કહ્યું આ જમીન પર એક વટ વૃક્ષ ઉગશે અને તેમાં ત્રણ પાંદડા જ આવશે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે. મિત્રો આ વટ વૃક્ષ આજે પણ છે અને આજે પણ તેમાં ત્રણ જ પાંદડા છે જે એ વાતની સાબિતી આપે છે કે દાનવીર કર્ણના અગ્નિ સંસ્કાર ત્યાં જ કરવામાં આવ્યા હતા.

આ વટ વૃક્ષ આપણા ગુજરાતમાં જ છે. સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલ અશ્વિની કુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડા વાળું વટ વૃક્ષ આવેલું છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *