કરાચી બિસ્કીટ બનાવાની જરૂરી સામગ્રી

 • ૧.૫ કપ મેંદો
 • ૧/૨ કપ કસ્ટર્ડ પાવડર
 • ૧ કપ માખણ અથવા ઘી
 • ૧ કપ દળેલી ખાંડ
 • ૧/૨ કપ ડ્રાયફ્રુટ (કાજુ અને બદામ નાના ટુકડા કરેલા)
 • ૧/૨ કપ ટુટીફુટી અને ચેરી
 • અડધી ચમચી ખાવાનો સોડા
 • અડધી ચમચી બેકિંગ પાવડર (Baking Powder )
 • ૨ ચમચી પાઈનેપલ એસેન્સ

બનાવાની રીત :

 • સૌ પ્રથમ મેંદો ,કસ્ટર્ડ પાવડર,ખાવાનો સોડા અને બેકિંગ પાવડર નેમિક્સ કરીને સાથે ચાળી લ્યો .
 • હવે એક બાઉલમાં માખણ,દળેલી ખાંડ અને પાઇનેપલ એસેન્સ મિક્સ કરીને 15 મિનીટ સુધી ફેટી લ્યો ..
 • હવે,ચાળેલી સુકી સામગ્રી જણાવેલી માખણ અને ખાંડ વાળી સામગ્રી અને ડ્રાયફ્રુટ, ટુટીફુટી અને ચેરી ભેળવી લો અને નરમ લોટ બાંધી લો.( જરૂર લાગે તો તેમાં વધારે ધી ઉમેરવુ ).
 • પ્લાસ્ટિક પાથરી એના પર કોરા લોટ ભભરાવી દો. હવે, બાંધેલા લોટ ને એના પર વણી લો. લોટ ના એક સરખા ચોરસ ટુકડા કરી લો.
 • બેકિંગ ટ્રે પર માખણ કે ઘી લગાવીને બિસ્કીટ ને પ્રી હિટેડ ઓવનમાં 180 ડીગ્રી પર 15 મિનીટ માટે બેક થવા દો.
 • ત્યારબાદ બહાર કાઢી થોડી વાર ઠંડુ દો.
 • પછી હવા ચુસ્ત ડબ્બા (air tight ) માં ભરી શકો છો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *