પેટની ગરમીને લીધે માથાના વાળ ખરવાની સમસ્યા થાય છે. જે લોકોને વાળ ખરવાની તકલીફ હોય તેઓ જો દર બે દિવસે તાંદળજાની ભાજી ખાવાનું રાખે તો તેમના વાળ ખરતા બંધ થઈ જશે. પેટની ગરમી, ઍસિડિટી, પેટનો દુખાવો વગેરેમાં તાંદળજો તરત રાહત આપે છે. મગજ ગરમ રહેતું હોય એ તાંદળજાની ભાજી ખાય તો મગજ શાંત રહે. આંખોને તકલીફ થતી હોય, બળતી હોય તો એ તકલીફ દૂર કરે. પગમાં ચીરા પડ્યા હોય, પગમાં બળતરા થતી હોય તેઓ જો તાંદળજાની ભાજી ખાય તો બે દિવસમાં રાહત મળે છે.
તાંદળજાના સ્વરસમાં સાકર મેળવીને પીવાથી ખસ, લુખસ અને ગરમી મટે છે. તાંદળજો નો રસ, કક, ફાંટ અથવા ક્વાથ મધ મેળવીને સવાર-સાંજ પીવાથી રકતપિત્તા, અને નાક, ગુદા વગેરે દ્વારા નીકળતું લોહી બંધ થાય છે. તાંદળજાની ભાજી પણ રક્તપિત્તમાં ફાયદાકારક છે. તાંદળજા નો રસ કાઢીને પીવાથી અથવા તાંદળજાની ભાજી ખાવાથી પેટ નો દુખાવો બંધ થાય છે
તાંદળજાની ભાજી બાફીને ખાવાથી અને તેનો રસ શરીરને ચોપડીને સ્નાન કરવાથી પણ ફાયદો કરે છે.તાંદળજાનો રસ દાઝેલાના ઘા પર ચોપડવાથી આરામ થાય છે. તાંદળજાનાં પાનની પોટીસ બનાવી ગડગૂમડ ઉપર બાંધવાથી ગૂમડું પાકીને જલદી ફૂટી જાય છે. સોજા પર તેનો લેપ કરવાથી લોહી વીખરાઈ જઈ સોજો મટે છે.
Thank you for reading this post, don't forget to subscribe!