સામગ્રી

  1. 1/2 કપ ચોખા
  2. 1/4 કપ મગ દાળભ
  3. 1 નંગ ડુંગળી
  4. 1 નંગ બટાકા
  5. 1 નંગ ટામેટું
  6. 1 નંગ ગાજર
  7. લીલા વટાણા
  8. 1 ટે સ્પૂન લસણની પેસ્ટ
  9. 2 ટે સ્પૂન અથાણાં સંભાર
  10. 1 ટે સ્પૂન આચાર ઓઈલ
  11. 1 ટે સ્પૂન લાલ મરચું
  12. 1 ટે સ્પૂન હળદર
  13. 1 ટે સ્પૂન ધાણાજીરૂ
  14. 1/2 ટે સ્પૂન ગરમ મસાલો
  15. 21/2 કપ પાણી
  16. સ્વાદ પ્રમાણે મીઠું
  17. 1 નંગ તજ
  18. 1 તમાલપત્ર
  19. 7-8 મીઠો લીમડો
  20. શીંગ તેલ

પગલાં

  • પહેલા બધા શાકને સાફ કરીને કટ કરીલો.
  • કૂકરમાં તેલ એડ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ, તજ, તમાલપત્ર અને લીમડા ને તતડાવો. હવે લસણ-મરચાં ની પેસ્ટ એડ કરો. ત્યારબાદ  તેમાં ડુંગળી, બટાટા અને ગાજર એડ કરો. ડુંગળી થોડી ગુલાબી થાય એટલે ટામેટું તથા લીલા વટાણા ઉમેરો.
  • હવે બઘા મસાલા ઉમેરો.  
  • 1 ટે સ્પૂન અથાણાં નું તેલ ઉમેરી પાણી ઉમેરો. હવે તેમાં દાળ અને ચોખા બરાબર ધોઈ ને એડ કરો. પાણી થોડું ઉકળે એટલે કૂકર નું ઢાંકણ બંધ કરી તેને 4 સીટી કરી લો.  
  • કૂકર ઠંડુ પડે એટલે ખીચડી ને ગરમા ગરમ સર્વ કરો કરો.  
  • તો તૈયાર છે આપણી મસ્ત આચારી મસાલા ખીચડી મે અહીં મસાલા પાપડ, છાશ અને મિકક્ષ અથાણાં સાથે સર્વ કરેલ છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *