આવી રીતે બનાવો ભરેલા રીંગણાનું શાક ઘરમાં નાના મોટા બધાને ભાવશે રેસીપી જાણવા માટે અહી કલીક કરો
સામગ્રી :
- ૨૫૦ ગ્રામ નાના અને લાંબાં રીંગણ
- ૧ ટેબલસ્પન પ્રોસેસ ચીઝ
- ૧ મોટી ડુંગળી
- ૪ ચમચી લસણની કળી
- ૨ લીલાં મરચાં
- ૧ આદુંનો ટુકડો
- ૪ કાળાં મરી
- ૧ ટેબલસ્પન નારિયેળનો ભૂકો
- ૧ ટામેટું
- ૨ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
- ૧/૨ ટેબલસ્પૂન હળદર
- ૧ ટેબલસ્પૂન ધાણાજીરું
- ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો
- ૩ ટેબલસ્પૂન તેલ
- ૧/૨ ટીસ્પૂન રાઈ
- ૧/૨ ટીસ્પૂન જીરું
- ચપટી હીંગ
- મીઠું જરૂર મુજબ
બનાવાની રીત :
- સૌપ્રથમ રીંગણને ગોળ શેપના કાપા પાડી હળદર અને મીઠું લગાવીને સાઈડમાં મૂકો .
- હવે એક મિક્સર જારમાં ડુંગળી , લસણ , આદું , મરચાં , કાળા મરી , નારિયેળનો ભૂકો અને મીઠું નાખી ગ્રાઈન્ડ કરી લો .
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો એમાં રાઈ , જીરું અને હિંગ નાખો . હવે ગ્રાઈન્ડ કરેલો મસાલો ઉમેરો અને શેકો .
- મસાલો બરાબર શેકાઈ જાય એટલે એમાં બધા ડ્રાય મસાલા નાખી ઝીણું સમારેલું ટામેટું નાખી થોડું પાણી રેડી ધીમા તાપે પાકવા દો અને જોડે જ રીંગણ પણ નાખી દો .
- રીંગણ ચડે એટલે એક ચમચીની મદદથી ગરમ મસાલો નાખી થોડીવાર પાકવા દો અને ઉપરથી થોડું ચીઝ નાખો.
- હવે કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો અને રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો .
Thank you for reading this post, don't forget to subscribe!