ફણગાવેલા મગને ખૂબ જ આરોગ્યપ્રદ ખોરાક માનવામાં આવે છે . તેના સેવન થકી તમારા શરીરને ઘણા બધા પોષક તત્ત્વ મળી રહે છે . ફણગાવેલા મગમાંથી પ્રોટીન , ફાઇબર , મેગ્નેશિયમ , ફોસ્ફોરસ , પોટેશિયમ , ઝિંક , આયર્ન , મિનરલ , એન્ટિઓક્સિડેન્ટ , કોપર , કેલરી , વિટામિન એ – બી -બી2- બી5- બી6 – સી -ઇ મળી રહે છે . તેમાં ચરબીની માત્રા ખૂબ સાધારણ હોય છે . તેથી ફણગાવેલા મગને તમારા આહારમાં જરૂરથી સામેલ કરો .
તમારા આરોગ્યને તે ખૂબ લાભ પહોંચાડશે . નાસ્તામાં રોજ એક વાટકી ફણગાવેલા મગ ખાવા જોઇએ . તેમ કરવાથી તમને પોષક તત્ત્વ મળી રહે છે . તેને આરોગવાથી પેટ ઝડપથી ભરાઇ જતું હોવાથી ભૂખનો અહેસાસ નથી થતો . કાંઇ બીજું ખાવાની ઇચ્છા નથી થતી . ફણગાવેલા મગ આરોગતા તમારા શરીરને ભરચક પોષક તત્ત્વ મળી જાય છે . બીજું કાંઇ બિનઆરોગ્યપ્રદ ના ખાવું હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે . ફણગાવેલા મગમાં ખૂબ માત્રામાં ફાઇબર હોય છે . તેથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે .
પેટસંબંધી દર્દો નથી થતા અને કબજિયાત પણ નથી રહેતી . ફણગાવેલા મગમાં વિટામિન એ હોવાથી આંખની રોશની વધારવામાં મદદ મળે છે . રતાંધળાપણાને રોકે છે . સમય પહેલાં ઘડપણ રોકવામાં ફણગાવેલા મગ ઉપયોગી રહે છે . ત્વચાને ચુસ્ત કરે છે . વિટામિન ઇ અને સક્રિય એન્ટિઓક્સિડેન્ટ હોય છે . રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફણગાવેલા મગનું સેવન ખૂબ જરૂરી છે . લોહીમાં શ્વેતકણ વધારે છે , તેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે . ફણગાવેલા મગ આરોગવાથી એસીડીટીની સમસ્યાનું પણ શમન થાય છે . તમારા શરીરના પીએચ લેવલને નિયમિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે .
Thank you for reading this post, don't forget to subscribe!