હાલ હવા, પાણી અને આહાર બધી જ વસ્તુઓ દુષિત છે જેના કારણે વ્યક્તિ અવારનવાર કોઈને કોઈ સમસ્યા થી પીડાતા જોવા મળે છે જેનું એક કારણ એ પણ છે કે આપણે આપણા ઘરનો શુદ્ધ અને સાત્વિક આહાર છોડીને ફાસ્ટ ફૂડને વધુ ખાવા લાગ્યા છીએ. આ ઉપરાંત આપણા ફિઝિકલ વર્કમા પણ ઘટાડો થવાના કારણે આ આહાર નુ યોગ્ય રીતે પાચન થઈ શકતુ નથી અને લોકો ઓબેસિટી તથા ડાયાબીટીસ જેવી ગંભીર બીમારીઓ નો શિકાર બને છે અને પરિણામે તેમનુ શરીર કથળે છે.
આવી પરિસ્થિતિ મા આપણે દાદી અને નાની ના ઘરગથ્થુ નુસ્ખા કે જે આપણી તંદુરસ્તીને જાળવી રાખવામા અકસીર સાબિત થાય છે તેનો આપણે આપણા નિયમિત ભોજનમા સામેલ કરવા જોઈએ. આ ઘરગથ્થુ નુસખો શરદી અને ઉધરસ સામે તો રક્ષણ આપે જ છે સાથોસાથ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે, જે આપણને અનેક સમસ્યાઓ થી બચાવે છે. તો તમે પણ ચોકસ અજમાવો આ નુસખો.
આ ઉકાળા માટેની આવશ્યક સામગ્રી :
૭૫૦ મિ.લી પાણી, બે કપ ફુદીના ના પાન, 20 તુલસીના પાન,થોડુ ઈંચ આદુ, એક ટુકડો તજ, બે નંગ લવિંગ, આઠ થી દસ દાણા મરી, અડધી નાની ચમચી અજમો , એક નાની ચમચી ધાણા, અડધી નાની ચમચી સંચળ, અડધી નાની ચમચી સિંધાલુણ અથવા નમક, એક ચમચી હળદર, ૧ લીંબુ નો રસ
વિધિ :
સૌથી પહેલા એક મોટા વાસણ મા ૭૫૦ મિ.લી પાણી લઈ તેને ગેસ પર ઉકાળવા દો. જ્યા સુધી આ પાણી ગરમ ના થાય ત્યા સુધી સૂકા મસાલા જેવા કે તજ, લવિંગ, મરી, અજમા તેમજ સૂકા ધાણાને ખાંડી કે પીસીને પાવડર તૈયાર કરી લો. ધાણા હોય એટલા માટે ઓછા ધાણા નો ઉપયોગ કર્યો છે. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમા પેલો બનાવેલ પાવડર ઉમેરીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. હવે ફુદીના, તુલસી તેમજ આદુને મિક્સર માં પીસીને તેની પેસ્ટ બનાવી લો. તેને ક્રશ કરવાથી ટેસ્ટ સારો આવે.
આ પેસ્ટને પણ ઉકળતા પાણીમા ઉમેરી દો. ત્યારબાદ તેમા સંચળ પાવડર, સિંધાલુણ તેમજ હળદર પાવડર ઉમેરી ને થોડી વાર માટે ઉકાળવા દો. પાણી ઉકાળીને થોડુ ઓછુ થાય એટલે તેમા લીંબુ નો રસ ઉમેરી લો. ત્યારબાદ બધી વસ્તુ યોગ્ય રીતે મિક્સ કરી ગરમાગરમ તેને પીવો
આમ તો આ ઉકાળાને ચોમાસુ અને શિયાળામા પીવા થી શરદી તેમજ ઉધરસખુબ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ, વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન મા રાખીને આ ઉકાળા ને તમે કોઈપણ ઋતુમા તથા નાના બાળકો થી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈ પી શકે છે .
Thank you for reading this post, don't forget to subscribe!