શું તમે સ્લીમ દેખાવા માગો છો તો એકવાર આ સ્ટાઈલીશ ટ્રીક ટ્રાય કરી જુવો

તમને હંમેશા પાતળા દેખાવું ગમે છે. આ વાત મહિલા અને પુરુસો બંને માટે સાચી છે. કેટલાક નસીબદાર લોકો જન્મથી જ પાતળા હોય છે અને કેટલાંક લોકોને પાતળા થવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે.

લૂઝ કપડાં તમને પાતળા નહીં દેખાડે
લૂઝ કપડાં તમને વધારે જાડાં દેેખાડે છે હકીકત એ છે કે ફીટિંગવાળા કપડાં તમને પાતળા દેખાવામાં મદદ કરે છે

ઊભી પેટર્ન તમને મદદ કરશે
ઊભી લાઈન નાં કપડાં પહેરવાથી વ્યક્તિનું ધ્યાન આ સ્ટ્રાઇપ્સ પર વધારે જશે અને તે તમારા વજન તરફ નહીં જુએ. આ વાત સાઇકોલોજિકલી પ્રુવ થયેલી છે કે માણસોનું મગજ પહેલા વર્ટિકલ લાઇન્સને જુવે છે. એટલે તમારે આ પ્રકારના અટાયરને પસંદ કરવું જોઇએ.

ઇન શર્ટ ન કરો
જો તમારે પાતળા દેખાવું હોય તો બને ત્યાં સુધી શર્ટ કે ટી-શર્ટ ને ઇન ના કરો તેનાથી તમારુ પેટ બહાર નીકળતું દેખાશે, જે તમે નહીં જ ઇચ્છતા હોવ.

ઇલ્યુઝન પેદા કરવા સિંગલ ડાર્ક ટોન પહેરો
બીજી સાઇકોલોજિકલ વાત એ છે કે એક જ કલરની ઉભી લાઇન્સ તમે પાતળા હોવાની ઇલ્યુઝન ઊભી કરશે. આમાં પણ તમે જેટલો ડાર્ક કલર પહેરશો તેટલું વધારે સારું રહેશે.

તમારા ચહેરાને લાંબો દેખાડે તેવી હેર સ્ટાઇલ રાખો 
સ્પાઇક્ડ હેર સ્ટાઇલ રાખવાનો અર્થ એ થશે કે તમે તમારા વાળ ક્રાઉન પાસે લાંબા અને કાન પાસે ટૂંકા રાખો છો. આવી હેરસ્ટાઇલ તમારા ચહેરાને વધારે પાતળો દેખાડશે. જો તમે દાઢી રાખવા માંગતા હોવ તો ફ્રેન્ચ દાઢી રાખવાનો આગ્રહ રાખો જેથી તમારો ચહેરો વધારે પાતળો લાગશે. એમાં પણ દાઢી પાસેના વાળ વધારે લાંબા રાખો તો વધારે પાતળા દેખાડવામાં મદદ મળશે. અને આ જ તો પાતળા દેખાવાની ચાવી છે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment