જ્યારે ત્વચા ઉપર લાલ ચકામાં પડે છે ત્યારે તાત્કાલિક કેમિકલ વાળો સાબુનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. તમે સાબુની જગ્યાએ સવાર-સાંજ કોઈ પણ સારા એવા ક્લીંઝર ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે તમે અનેક પ્રકારના ઘરેલું આયુર્વેદિક ઉપચાર કરી શકો છો. આ ઉપરાંત તમે તલના તેલની માલિશ પણ કરી શકો છો. જેથી કરીને તમારા ત્વચા પરની આ સમસ્યામાં રાહત મળી શકે . વૈકલ્પિક રીતે દૂધની અંદર મધના થોડા ટીપા ઉમેરી અને તેને ત્વચા પર લગાવવા ના કારણે પણ આ સમસ્યામાં થોડે ઘણે અંશે રાહત મળે છે.

એલર્જીની સમસ્યા

વસંત ઋતુમાં દરરોજ 15 મિનિટ સુધી ચહેરા પર મધ લગાવી ત્યારબાદ તેને સાફ પાણીથી સાફ કરવો જોઈએ આમ કરવાથી ઠંડીના કારણે સ્પકીન પર કોઈ પણ પ્રકારની એલર્જી થતી હોય તો તે દૂર થઈ જાય છે અને સાથે સાથે લાલ ચકામાં પણ ઓછા થતા જાય છે.

સ્કીન પરના કોઈપણ પ્રકારના રોગ માટે તુલસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત તમે સ્કીનની ની સુંદરતા વધારવા માટે લીમડા અને ફૂદીનાના પાન નો પણ ઉપયોગ કરી શકો છો.

ત્વચા ઉપર કોઈપણ જગ્યાએ ધાધર કે ખરજવું થયું હોય તો તેને દૂર કરવા માટે તમે ચંદનની પેસ્ટ નો ઉપયોગ કરી શકો છો. આ માટે ચંદનની પેસ્ટ માં થોડું ગુલાબ જળ મિક્સ કરી તેને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી તરત જ રાહત મળે છે.

લીંબુ ના પાન ને ચાર કપ જેટલા પાણીની અંદર ધીમે-ધીમે ગરમ કરી તેને મિશ્રણને એક રાત સુધી રાખી મૂકી અને સવારમાં લીંબુના પાંદડાની પેસ્ટ બનાવી અને પ્રભાવિત જગ્યાએ લગાવવાથી લાલ ચકામા ની સમસ્યામાંથી રાહત મળે છે.

એક ચમચી જેટલી મુલતાની માટી અને ગુલાબ જળ ભેળવી તેને પ્રભાવિત જગ્યાએ 10 થી 15 મિનિટ સુધી લગાવી અને ત્યારબાદ સાફ કરી લો. આવું કરવાથી કોઇપણ જગ્યાએ ખંજવાળ આવતી હોય અથવા તો ખરજવું થયું હોય તો તેમાં રાહત મળશે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *