સામગ્રી :
- ૧ કપ રવો
- ૧ ચમચી ચણાની અને અડદની દાળ પલાળેલી
- ૧ ડુંગળી સમારેલી
- ૨ લીલાં મરચાં
- પ -૬ લીમડાનાં પાન
- ૧ ટેબલ સ્પુન સેઝવાન ચટણી
- ૨ ચમચી સિંગદાણા
- ર ચમચી રાઈ
- ૨ ટેબલ સ્પુન ઘી
- ૬-૭ કાજુ
- ઝીણી સમારેલી કોથમીર
રીત :
સૌપ્રથમ એક કઢાઈમાં થોડું ઘી ગરમ કરી રવો ( સોજી ) ને ધીમા તાપે શેકી લો .
સોજી શેકાઈ જાય એટલે ગેસ પરથી કઢાઈને ઉતારી બીજું એક પેન મૂકો હવે આ પેનમાં બીજું ઘી ગરમ કરો અને સીંગદાણા અને કાજુ શેકીને બહાર કાઢી એક પ્લેટમાં મુકો , હવે તેમાં રાઈનો વઘાર કરો.
રાઈ તતડે એટલે એમાં પલાળેલી બંને દાળ પાણી નિતારીને નાખો.
ત્યારબાદ લીમડો, સમારેલી ડુંગળી અને મરચાં નાખો .
ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે મીઠું ઉમેરો અને રવાના માપથી ડબલ પાણી નાખો ( ૧ વાટકી રવો તો ૨ વાકી પાણી ) પાણી ઉકળે એટલે ધીમેધીમે એમાં શેકેલો રવો નાખો અને ગઠા ન પડે એનું ધ્યાન રાખો .
હવે જ્યારે પાણી શોષાઈ જાય એટલે એક ચમચી ઘી નાખીને ૫ મિનિટ થવા દો . છેલ્લે ૧ ટેબલસ્પન સેઝવાન ચટણી નાખી બરાબર મિક્સ કરો
હવે શેકેલા કાજુ અને સીંગદાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો
Thank you for reading this post, don't forget to subscribe!