સરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે શાક બનાવવા થયા છે. સરગવો ખવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે તેથી તે બધાને ભાવે છે, પરંતુ આ સરગવો અને તેના ઝાડ સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન અને જાત-જાતના પોષક તત્વો હોય છે. સરગવાના તાજા પાન અથવા તેનો પાઉડર કરીને શાકમાં નાખવામાં આવે છે.

સૂપ,કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થઈ છે. સરગવાનો સૂપ તેના પાન, ફૂલો, અને રેશાવાળા બીજ માંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજ માંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળ માંથી આર્યુવેદીક દવાઓ બનાવવા માટે ઉપયોગ થયા છે. સરગવામાં ખુબ જ પોષણ હોય છે તેથી તે આપણે કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરના અંગોને મજબૂત પણ કરે છે.

ચાલો જાણીએ સરગવાના ફાયદા:

1.કેન્સરના ઈલાજ માટે :

સરગવાનો ઉપયોગ ભોજન કરતા દવામાં વધારે થાય છે. સરગવાના મૂળમાં પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને તેમાં હાઈટોકેમિકલ કંપાઊન્ડ અને એલ્કોનાઈડ મળે છે. એક સ્ટડીમાં જોવા મળ્યું કે સરગવાના મૂળ અંડાશયના કેન્સરના ઉપચાર માટે ખુબ જ પ્રભાવિત હોય છે.

2. માથાનો દુખાવો દૂર કરે:

સરગવાના પાનની પેસ્ટ ઘા પર લગાડવામાં આવે છે અને તેનો શાકમાં ઉપયોગ કરવાથી માથાના દુખાવામાં રાહત આપે છે અને આંખોની રોશની પણ તેજ થાય છે.

3. વિટામિન સી:

સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખુબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. સરગવા ખાસ કરીને શરદી-ઝુકામમાં રાહત આપે છે. જો શરદીના લીધે નાક બંધ થઇ ગયું હોય તો સરગવાને પાણીમાં ઉકાળી તેની વરાળ લઇ શકાય. તેનાથી નાક-કાન ખુલ્લા થઇ જશે.

4.પાચન ક્રિયામાં ફાયદો:

વિટામિન બી કોમ્પલેક્સ, ફોલિક એસિડ, પઇરિડોક્સિન સરગવાના પાનમાં ભરપૂર પ્રમાણમાં મળે છે. આ બધા તત્વો ખોરાક પચવામાં અગત્યનો ભાગ ભજવે છે. સરગવાના પાનમાં રહેલા વિટામિન પાચન ક્રિયાને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. તેના સૂકા પાનના પાઉડરનો ઉપયોગ ગરમ પાણી લઇ શકાય છે.

5.લોહી સાફ કરે:

તમે સરગવાનો સૂપ બનાવીને પીવું જોઈએ. તેનાથી શરીરમાં લોહી સાફ થયા છે. પિમ્પલ જેવી તકલીફ ત્યારે જ સારી થશે જ્યારે તમારું લોહી સાફ હશે.

6.ગર્ભવતી મહિલાઓ માટે:

ડોક્ટર સરગવાનો જ્યુસ ગર્ભવતી મહિલાને આપવાની સલાહ આપે છે. તેનાથી ડિલિવરીમાં થતી તકલીફમાં રાહત મળે છે અને ડિલિવરી પછી માતાને તકલીફ ઓછી થયા છે.

7.હાડકાં મજબૂત કરે :

સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તે હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સરગવામાં આર્યન, મેગ્નીશિયમ અને સિલિયમ હોય છે.

8. હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરે:

હાઈ બ્લડ પ્રેશરના દર્દીને સરગવાના પાનનો રસ નીકળી તેનો કાળો બનાવીને પીવડાવવાથી તેને ફાયદો થશે. સાથે સાથે ઉલ્ટી અને ચક્કરમાં પણ ફાયદો થશે.

9. વધતી ઉમર અટકાવે:

સરગવામાં વિટામિન એ હોય છે જે પ્રાચીન સમયથી જ સુંદરતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સરગવાનું શાક કાયમ ખાવાનું ચાલુ કરો તો તમારે ઉંમર જલ્દી નહીં વધે.

10. વજન ઘટાડવામાં ઉપયોગી:

સરગવાના ઉપયોગથી તમે વજન ઘટાડી શકો છો. તેમાં એન્ટિબાયોટિક અને પેનકિલરના ગુણ હોય છે અને તે સુજાનના દુખાવાને દૂર કરે છે. સરગવાનું શાક ખાવાથી ઇજાગ્રસ્થ કોશિકાઓના સરખી કરવામાં મદદ રાકે છે

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *