કણિક માટે

૧/૩ કપ મેંદો, ૧/૨ ટીસ્પન પીગળાવેલું ઘી, ૧ ચપટીભર અજમો ,મીઠું સ્વાદાનુસાર

પૂરણ માટે

૩/૪ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા, ૧/૩ કપ બાફેલા લીલા વટાણા ,૧ ટેબલસ્પુન તેલ ,૧/૨ ટીસ્પૂન જીરૂ, ૧ ચપટીભર હીંગ, ૧ ૧/૨ ટીસ્પૂન આદૂ – લીલા મરચાંની પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો, ૧/૪ ટીસ્પૂન આમચૂર, ૧/૪ ટીસ્પૂન આખા ધાણા, મીઠું સ્વાદાનુસાર,૧ ટેબલસ્પુન ઝીણી સમારેલી કોથમીર, તેલ તળવા માટે

પીરસવા માટે: લીલી ચટણી

બનાવવાની રીત:

એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી કઠણ કણિક તૈયાર કરીને મલમલના કપડા વડે અથવા ઢાંકણ વડે ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો .

પૂરણ માટે: એક નૉન – સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો . જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં હીંગ અને આદૂ – લીલા મરચાંની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો . તે પછી તેમાં બટાટા અને લીલા વટાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો . આ પૂરણને ચમચાના પાછળના ભાગ વડે હલકા હાથે દબાવી લો . તે પછી તેમાં ગરમ મસાલો , આમચૂર , આખા ધાણા અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો . છેલ્લે તેમાં કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો . આમ તૈયાર થયેલા આ પૂરણના સરખા ભાગ પાડી બાજુ પર રાખો .

તૈયાર કરેલી કણિકને સરખી રીતે મસળી તે સુંવાળી અને લવચીક બને ત્યારે તેના સરખા ભાગ પાડો . દરેક ભાગને વણીને માપનો લંબગોળ તૈયાર કરો . આ લંબગોળાકારના ચપ્પની મદદથી બે સરખા ભાગ પાડો . હવે એક ભાગને હાથમાં લઇ તેની કીનારીઓને વાળીને કોન આકાર તૈયાર કરો . આ કોનમાં તૈયાર કરેલા પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારી પણ થોડું પાણી લગાડીને બંધ કરી દો . આ જ રીતે બાકી રહેલી કણિક અને પૂરણ વડે બીજા સમોસા તૈયાર કરો . હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં સમોસાને મધ્યમ તાપ પર તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો . લીલી ચટણી સાથે ગરમ – ગરમ પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *