વેફર્સ ની સીઝન આવી ગઈ છે તો જાણી લો સાબુદાણા અને બટેટાની વેફર બનાવાની રીત

ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવા માટેની સામગ્રી

  • 300 ગ્રામ બટેટા –વેફર બનાવવા માટેના આવે છે એ બટેટા લેવા
  • 500 ગ્રામ સાબુદાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડી લેવું
  • 2 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ
  • લીંબુ નો રસ

ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ 500 ગ્રામ સાબુદાણા એક મોટા તપેલામાં લઇને તેને 2-3 વાર પાણીથી ધોઇ નાખો.રાત્રે, સાબુદાણા પાણીમાં ડૂબે તેના કરતાં થોડું વધારે પાણી નાખી પલાળી દયો સાબુદાણા પલાળવા માટેનું વાસણ મોટું લેવું એટલે પૂરતી સ્પેસ મળે તો સરખા સોફ્ટ થઇ શકે.સવાર સુધી સાબુદાણા પલાળી રાખવા.

હવે સવારે 300 ગ્રામ બટેટા કુકરમાં બાફી લેવા. હવે બટેટા જરા ઠરે એટલે તેની છાલ ઉતારીને ખમણીથી ઘસીને છીણી લેવા . જેથી ગાંઠા ના રહે.ત્યારબાદ રાત્રે પલાળેલા સાબુદાણાને સવારે મોટા તપેલામાં સાબુદાણા ને પણ બાફવા મુકવા.

ગેસ ચાલુ કરી તેના પર તપેલું મિડિયમ તાપ પર મૂકી ચમચાથી સતત હલાવતા રહેવું . જેથી તપેલામાં તળિયે સાબુદાણા ચોટી ના થઇ જાય.જરૂર પડે તો થોડું પાણી ઉમેરો

સાબુદાણા બરાબર બફાઇને ઘટ્ટ થઇ જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો.ત્યારબાદ તેમાં 1 ટેબલ અધ કચરું ખાંડેલું જીરું ઉમેરો, સાથે તેમાં 2 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી દયો .

હવે તેમાં એક લીંબુ નો રસ ઉમેરી ફરીથી બધું એકરસ થાય તેમ હલાવતા રહો.હવે તેમાં બાફીને ખમણેલા બટેટા મિક્સ કરો.

ત્યારબાદ સાબુદાણા-બટેટાના મિશ્રણ ને 3-4 મિનિટ ઉકાળી ઘટ્ટ કરો.હવે ગેસ બંધ કરી થોડી વાર સતત હલાવતા રહો અને ઠંડુ થવા દો જેથી વધારે ઘટ્ટ થાય.

મિશ્રણ લચકા જેવું થઇ ત્યાં સુધી ઠંડુ કરવું. હવે તડકામાં પ્લાસ્ટિક પાથરવું .હવે સેવ બનાવવાનાં સંચામાં સ્ટાર કટ કરેલી પ્લેટ લગાવીને, સંચામાં મિશ્રણ ભરી રાઉંડ કે સીધી લીટીમાં પ્લાસ્ટિક પર ફ્રાયમ્સ બનાવો.અને તડકે જ સુકાવા દેવી.સુકાઈ જાય એટલે ઐર ટાયટ ડબ્બા મો સ્ટોર કરી શકો છો અને જયારે ખાવી હોઈ ત્યારે તેલ ગરમ કરી ને તેમાં તાલી ને ખાય શકો છો

સરસ ઓરેંજ કલરની ક્રંચી અને ટેંગી, ટેસ્ટી ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ વ્રતના ઉપવાસ માટે ફરાળ કરવા માટે સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment