ગુજરાતીઓ ને ભાવતો એવો બાજરા નો રોટલો આજે બનાવીશું આપડે તેને એક નવી રીતે વાચવા માટે ક્લિક કરો

સામગ્રી

  • ૧ કપ  બાજરા નો લોટ
  • ૧/૪ કપ લીલું લસણ
  • ૧/૪ કપ લીલા કાંદા
  • ૧/૪ કપ મેથી ની ભાજી
  • ૧/૪ કપ કોથમીર
  • ૧” છીણેલું આદુ
  • ૧/૨ ચમચી વાટેલા લીલા મરચા
  • ૧/૪ ચમચી લાલ મરચાં ની ભૂકી
  • સ્વાદ મુજબ મીઠું
  • ૧ ચમચી વાટેલું લસણ
  • ૧ ચમચી તેલ
  • ૧/૨ ચમચી અજમો
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ ચમચી ઘી

બનાવવાની રીત

  1. એક વાસણ માં લોટ લો. તેમાં હળદર, મીઠું, ઉમેરો. પાણી માં અજમો ને વાટેલું લસણ ને ઉકાળી લો. આ પાણી ઠંડુ થાય એટલે તેના થી લોટ બાંધવો
  2. સ્ટફીગ  માટે-કઢાઈ માં તેલ ગરમ મુકો. તેમાં વાટેલા અડ-મરચા, લાલ મરચું, સમારેલા લીલા કાંદા, સમારેલું લીલું લસણ, કોથમીર ને મેથી નાખી ને ૫-૭ મિનિટ શેકી  લેવું. ઠંડુ થવા દયો .
  3. લોટ ના લુઆ કરી લો. એક રોટલી બનાવો  તેની ઉપર આ મસાલો પાથરો. તેની ઉપર બીજી રોટલી વણી ને મુકો. કિનારી ઓ દબાવી ને બંધ કરો ધીમા તાપે ૨-૩ મિનિટ શેકી લો. બંને બાજુ ઘી ચોપડી ને ધીમા તાપે બરાબર શેકી લો. શેકેલા મરચા ને કાંદા સાથે પીરસો

bajarano rotlo bnavvani rit | bajra no rotlo | rotlo restaurant

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment