ભાત ના પકોડા માટેની સામગ્રી
1 કપ વધેલા ભાત,
1/4 કપ બેસન
1/4 કપ સમારેલી ડુંગળી
1 ટીસ્પૂન આદુ-મરચા-લસણની પેસ્ટ
1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
1/2 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર
1/2 ટીસ્પૂન હળદર પાઉડર
2 ચમચી સમારેલી કોથમીર
સ્વાદ મુજબ મીઠું,
ડીપ ફ્રાય કરવા માટે તેલ
પકોડા સાથે પીરસવા માટે લીલી ચટણી ટોમેટો કેચપ
બનાવવાની રીત
ભાતના પકોડા માટે, ભાતને એક ઊંડા બાઉલમાં નાંખો અને તેને મેશ વડે મેશ કરો. . બાકીની બધી સામગ્રી ઉમેરો,જરુર મુજબ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરો. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો અને આ મિશ્રણને ગરમ તેલમાં નાના પકોડા હાથ વડે નાંખો અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. ભાતના પકોડાને તરત જ લીલી ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Thank you for reading this post, don't forget to subscribe!