અનેક દર્દની એક દવા છે રાયણ

રાયણ એક ગુણકારી ફળ છે . તેમાં અઢળક પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે . રાયણના ફળથી માંડીને તેના ઝાડના મૂળિયાં , ડાળીઓ , છાલ , પાંદડાં , લાકડું અને તેના પુલો પણ બીમારીમાં ઔષધીનું કામ કરે છે . રાયણમાં અનેક વિટામિન અને ખનીજ પદાર્થોનો સ્ત્રોત રહેલો છે . તેમાં પ્રોટીનની માત્રા ૦.૪૮ ટકા જેટલી હોય છે . આ ઉપરાંત તેમાં વિટામિન એ , વિટામિન બી , વિટામિન સી , કાર્બોહાઈડ્રેટ , પ્રોટીન , કેલ્શિયમ , ફોસ્ફરસ અને લોહતત્ત્વ રહેલું છે . સ્વાથ્યની ઘણીખરી સમસ્યાઓમાં રાયણ દવાનું કામ કરે છે . જેમ કે ,

દાંતનો દુખાવો

દાંતમાં દુખાવો રહેતો હોય તો રાયણમાંથી નીકળતાં દૂધને રૂ દ્વારા જ્યાં દુખાવો રહેતો હોય ત્યાં લગાવવાથી દાંતના દુખાવામાં રાહત મળશે .

યુરિનની સમસ્યા

ઘણા લોકોને વારંવાર પેશાબ થવાની સમસ્યા રહે છે . જેનાથી ઘણી વખત હેરાન થઈ જવાય છે . રાયણનાં ફળ આરોગવાથી આ સમસ્યામાંથી છુટકારો મળશે . સવારે ખાલી પેટે રાયણ ખાવાથી આ સમસ્યા દૂર થઈ જશે .

જીવજંતુ કરડતા

જો કોઈ ઝેરીલું જીવજંતુ કરડી જાય તો રાયણનાં બીજને ઘસીને તેનો લેપ બનાવી આ લેપને જીવજંતુ જ્યાં કરવું હોય તે ભાગ પર લગાવવું . તેનાથી જીવજંતુનું ઝેર ઊતરી જશે અને દુખાવામાં રાહત મળશે .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment