મિત્રો સંજીવ કપૂર ની સ્ટાઇલ મા આપડે પણ આજે બનાવીશું પાઈનેપલ રાઈતુ

સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ ઠંડુ વલોવેલું દહીં
  • ૫૦ ગ્રામ પાઈનેપલનાં ટુકડા
  • ૫૦ ગ્રામ પાઈનેપલની પેસ્ટ
  • ૧ ટુકડો આદુ
  • ૪ ચમચી ખાંડ
  • ૧ નંગ લીલું મરચું
  • ૩ ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • ૧/૨ ચમચી શેકેલું જીરું પાવડર
  • સ્વાદાનુસાર મીઠું
  • સ્વાદાનુસાર સંચળ

બનાવવાની રીત

સૌ પ્રથમ ૫૦ ગ્રામ પાઈનેપલનાં ટુકડા તથા આદુને મીક્ષરમાં ક્રશ કરી સ્મૂધ પેસ્ટ તૈયાર કરો.

આ પેસ્ટને એક કઢાઈમાં લઈ પકાવો તેમાં ૫૦ ગ્રામ ઝીણા સમારેલા પાઈનેપલનાં ટુકડા તથા ખાંડ ઉમેરી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકાવો. આ મિશ્રણને ઠંડુ થવા દો.

ત્યાં સુધીમા વલોવેલા દહીંમાં ઝીણું સમારેલું લીલું મરચું, શેકેલું જીરું પાવડર, સંચળ મિક્સ કરો . ઠંડા કરેલા પાઈનેપલનાં મિશ્રણને તેમાં ઉમેરો.

સમારેલી કોથમીર તથા મીઠું ઉમેરી મિક્સ કરો. તૈયાર છે પાઈનેપલ રાયતુ . તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી પાઈનેપલનાં ટુકડાથી સજાવી પીરસો .

આ રાયતું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તેને જમવાની સાથે સાઈડ ડીશ તરીકે પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment