સામગ્રી

૧/૪ ટીસ્પૂન કેસરના રેસા

૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તા

૧ ટીસ્પૂન હુંફાળું દૂધ

૧/૪ કપ ઘી

૫ ટેબલસ્પૂન પીસેલી સાકર

૧/૪ ટીસ્પૂન એલચી પાવડર

એક ચપટીભર જાયફળ પાવડર

૩/૪ કપ મેંદો

૫ ટીસ્પૂન દૂધ

મેંદો ,વણવા માટે

૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ

બનાવવાની રીત

એક નાના બાઉલમાં કેસર અને હૂંફાળું દૂધ સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો . એક ઊંડા બાઉલમાં ઘી અને સાકર મિક્સ કરી ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો . હવે આ મિશ્રણમાં કેસર – દૂધનું મિશ્રણ , એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને તેને ચપટા ચમચા વડે સારી રીતે મિક્સ કરી લો .

તે પછી તેમાં મેંદો અને દૂધ મેળવી સારી રીતે ગુંદીને નરમ કણિક તૈયાર કરો આ કણિકના બે સરખા ભાગ પાડો . એક ભાગને લંબચોરસમાં સૂકા મેંદાના લોટની મદદથી વણી લો .હવે તેની પર પીસ્તા અને બદામની કાતરી સરખી રીતે પાથરી ફરીથી હલકા હાથે વણી લો જેથી તે કણિકમાં સારી રીતે ચોંટી જાય . આ વણેલા ભાગને ચપ્પુ કે કુકી કટર વડે એકસરખા ચોરસ ટુકડા પાડી લો . બીજા ભાગના પણ વધુ બિસ્કિટ બનાવી લો . હવે આગળથી ગરમ કરેલા ઑવનમાં ૧૮૦ ° સે ( ૩૬૦ ° ફે ) તાપમાન પર તેને ૧૫ મિનિટ સુધી બેક કરી લો . તે પછી બિસ્કિટને ઠંડા પાડી હવાબંધ બરણીમાં ભરી લો અને જ્યારે મન થાય ત્યારે ખાઇને આનંદ માણો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *