ગુજરાતના લોકો અથાણાંના બહુ શોખીન હોય છે. અથાણા વિના થાળી અધૂરી રહે છે. તો આ સીઝનમાં ઘરે જ બનાવો અથાણાનો મેથીમસાલો.
ઉનાળો આવતા જ ઘરે ઘરે અથાણા બનાવવાનું શરૂ થઈ જાય છે. અનેક વિવિધ જાતના ગળ્યું, ખાટું, છૂંદો, મુરબ્બો, કટકી અને જાતજાતના વળી અનેક અથાણા, પણ જો તેનો મસાલો પરફેક્ટ હોય તો અથાણાની મજા વધી જાય છે. તો જાણો આ મસાલો કઈ રીતે ઘરે જ બનાવી શકાય તે વિશે.
સામગ્રી
250 ગ્રામ મેથીના કુરિયા
100 ગ્રામ રાઈના કુરિયા
300 ગ્રામ મીઠું
300 ગ્રામ લાલ મરચું પાઉડર
300 ગ્રામ તેલ
2 ચમચી હિંગ
રીત
સૌપ્રથમ એક મોટું તપેલું લઈ તેમાં પહેલાં મીઠું પાથરી દેવું. ત્યાર બાદ તેની ઉપર રાઈના કુરિયા અને તેના પણ ઉપર મેથીના કુરિયા પાથરવા. તેની પર હિંગનો ઢગલો કરવો. તેલ ગરમ કરવું. પછી આ ગરમ તેલ તપેલામાં રેડી દેવું. તપેલું તરત ઢાંકી દેવું. ઠંડું થાય એટલે બરાબર હલાવી મરચું ભેગું કરવું. પછી આ મસાલો કાચની બરણીમાં ભરી દેવો. જરૂર પડયે આ મસાલો ઉપયોગમાં લેવો. ૧૨ મહિના સુધી આ મસાલો સારો રહે છે.
Thank you for reading this post, don't forget to subscribe!