સામગ્રી

  • ૧/૨ કપ ચણાનો લોટ
  • ૧ કપ આગલા દિવસની બચેલી ખિચડી
    ૧ કપ ઘઉં નો લોટ
    ૨ ૧/૨ ટીસ્પૂન લાલ મરચા પાવડર
    ૧/૪ ટીસ્પૂન હળદર
    ૧/૪ ટીસ્પૂન હિંગ
    ૧/૪ ટીસ્પૂન સાકર
    ૨ ટેબલસ્પૂન ઝીણી સમાંરેલી કોથમીર
    ૨ ટીસ્પૂન ઘી
    ૧ ટીસ્પૂન લીંબુનો રસ
    મીઠું  , સ્વાદાનુસાર
    ઘઉં નો લોટ  , વણવા માટે
    ૫ ટીસ્પૂન તેલ  , શેકવા માટે

બનાવાની રીત

  1. એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, થોડા પાણીની મદદથી મસળીને નરમ લોટ બાંધો .
  2. હવે આ કણિકના સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧/૨ ટીસ્પૂન તેલથી પરાઠાને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય એવી રીતે શેકી લો.
  4. તો તૈયાર છો ખીચડીના પરોઠા .
  5. દહીં સાથે ગરમ ગરમ પીરસો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *