સામગ્રી :

કણિક માટેઃ ત્રણ કપ ઘઉંનો લોટ , એક ટેબલસ્પૂન તેલ , મીઠું સ્વાદાનુસાર ,

પૂરણ માટે : અડધો કપ ભુક્કો કરેલું પનીર , પોણો કપ આખા લાલ મસૂર , અડધો કપ સમારેલા કાંદા , એક ટીસ્પૂન મરચું પાઉડર , પોણા બે ટીસ્પૂન હળદર , એક ટીસ્પૂન ધાણા પાઉડર , મીઠું સ્વાદાનુસાર , ઘઉંનો લોટ વણવા માટે , તેલ શેકવા માટે

બનાવવાની રીત : સૌથી પહેલાં કણક બાંધો . આ કણિકને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો . પૂરણ માટે મસૂરને સાફ કરી ધોઈને એક ઊંડા બાઉલમાં આઠ કલાક પલાળી રાખ્યા બાદ નિતારી લો . એક ઊંડા નોન સ્ટિક પૅનમાં એક કપ પાણી સાથે મસૂર નાખી પૅનને ઢાંકી મધ્યમ તાપ પર થવા દો . મસૂર બરાબર રંધાઈ જાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહો. પછી તેને નિતારી લો અને મસૂરને બટાટા મસળવાના સાધન વડે અધકચરા મસળી લો . એક ઊંડા બાઉલમાં મસૂરનું મિશ્રણ , પનીર , કાંદા , મરચું પાઉડર , હળદર , ધાણા પાઉડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો . આ મિશ્રણના સરખા ભાગ પાડી બાજુ પર રાખો . કણિકનાં લુઆ કરી તેને વણી લો . પૂરી જેટલું મોટું વણાય એટલે એમાં પૂરણનો એક ભાગ મૂકો . પછી તેની દરેક બાજુઓ વાળીને મધ્યમાંથી બંધ કરી લો ( કચોરી બનાવીએ ત્યારે કરીએ એ રીતે ) . હવે તેને ફરીથી ગોળાકાર ઘઉંના લોટની મદદથી વણી લો . પરોઠાને નોન સ્ટિક તવામાં તેલની મદદથી બંને બાજુ બાઉન થાય એ રીતે શેકી લો . આ રીતે બીજા પરોઠા તૈયાર કરો . ગરમ ગરમ પરોઠાને દહીં અથવા ગ્રીન ચટણી સાથે પીરસો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *